મા ઉમાનો થીમ આધારિત ઇતિહાસ વિશાળ સ્ક્રીન પર જોવા મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-26 12:28:36
  • Views : 408
  • Modified Date : 2019-11-26 12:28:36

ઊંઝામાં આગામી 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞના પાંચ દિવસીય ધર્મોત્સવમાં ઉમિયા માતાજીનો ઇતિહાસ 160 મિનિટની થીમ દ્વારા વિશાળ સ્ક્રીન પર જોવા મળશે.જેમાં લક્ષચંડી મહાયજ્ઞ સાંસ્કૃતિક કમિટીના ચેરમેન ચંદ્રકાંત પટેલના જણાવ્યા મુજબ 63 વીઘા જમીનમાં ઓપન થિયેટર જેવું બાઉન્ડરી બાંધેલ સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળ તૈયાર કરાયું છે. જેમાં 30 હજાર પ્રેક્ષકો બેસી શકશે તેમજ  રાત્રે 8.30 થી 12.30 વાગ્યા સુધી ભવ્ય મલ્ટીલેયર 120 બાય 80ના સ્ટેજ પર જગત જનની મા ઉમિયાના પ્રાગટયથી લઈ આજદિન સુધીના ઇતિહાસ અંગે 160 મિનિટની થીમનું 18 થી 21 ડિસેમ્બર સુધી પ્રતિદિન 40 મિનિટ થીમ અદ્યતન ટેકનોલોજી દ્વારા તાદ્રશ્ય કરાવશે તેમજ ગુજરાતના 300થી વધુ ખ્યાતનામ કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમ અને 22 ડિસેમ્બરે ભવ્ય ગરબા તેમજ આતિથ્યભાવ સન્માન સમારંભ યોજાશે.જેમાં સાંસ્કૃતિક કમિટીના ચેરમેન સહિત અને 21 કારોબારી સભ્યો તેમજ 150 સ્વયંસેવકો દ્વારા વિશાળ પ્રેક્ષકગણની સુવિધા માટે બેઠક ખુરશી અને સોફા તેમજ પીવાનું પાણી અને બાથરૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે

Download Our B K News Today App



Related News