મ.પ્ર. સરકારે શહીદ થયેલા જવાનના અંતિમ સંસ્કાર માટે જગ્યા પણ ન આપી!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-20 17:30:50
  • Views : 297
  • Modified Date : 2023-01-20 17:30:50

સિયાચિનમાં દેશ માટે શહીદ થયેલા વિવેક સિંહ તોમરના ભાઈએ સરકારી તંત્ર સામે હૈયા વરાળ કાઢી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મારા શહીદ ભાઈ માટે સરકારી તંત્રે નાનકડી જગ્યા પણ નથી આપી. એટલું જ નહીં, સરકારી અધિકારી કે કર્મચારી પણ ફરક્યા નથી.
શહીદના ભાઈ ધર્મેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, 'અમે દેશ માટે જીવ આપવા તૈયાર છીએ. મારો ભાઈ દેશ માટે શહીદ થઈ ગયો, પણ સરકારી તંત્ર અમારી કોઈ મદદ નથી કરતું. હું શહીદનું પ્રમાણપત્ર લઈને અંતિમ સંસ્કારની જમીન માટે એસ.ડી.એમ. ઓફિસે ગયો હતો. એસ.ડી.એમ. ત્યાં હતા નહીં, તેના કોમ્પ્યુટર ઓપરેટરે અમને નાયબ મામલતદાર વિકાસ ભદૌરિયા પાસે મોકલી દીધા. એમણે કહી દીધું કે આ લો એન્ડ ઓર્ડરની વિરુદ્ધ છે. અમે આ રીતે જમીન ના આપી શકીએ.'
શહીદના ભાઈ ધર્મેન્દ્રએ કહ્યું કે, 'હું પોતે આર્મીમાં છું. મને ખબર છે કે યુ.પી.માં કોઈ શહીદ થાય છે, તો ખુદ સી.એમ. અંતિમ સંસ્કારમાં પહોંચી જાય છે. પણ એમ.પી.માં ન કોઈ નેતા આવ્યા, ન કોઈ અધિકારી આવ્યા. ધિક્કાર છે આવા સરકારી તંત્ર પર, જે શહીદનો આદર નથી કરતું. એ તો ભલું થાય ગ્રામજનોનું કે એમણે અંતિમ સંસ્કાર માટે જમીન આપી, બાકી સરકારી તંત્રે અમારી કોઈ મદદ કરી નથી. સેનાએ પૂર્ણ સન્માન સાથે ભાઈના અંતિમ સંસ્કાર કરાવ્યા.'

ધર્મેન્દ્રએ કહ્યું કે, 'શહીદ પંડિત રામપ્રસાદ બિસ્મિલની જન્મભૂમિ પર શહીદોનું આ પ્રકારે સરકારી તંત્ર અપમાન કર્યા કરે છે. મારા ભાઈ શહીદ વિકાસ સિંહ તોમરના અંતિમ સંસ્કાર માટે જ્યાં ગ્રામજનોએ જમીન આપી ત્યાં સફાઈ માટે જેસીબી માગ્યું તો નાયબ મામલતદાર ભદૌરિયાએ એ આપવાની પણ મનાઈ કરી દીધી. એ દર વખતે લો એન્ડ ઓર્ડરનું બહાનું બતાવતા રહ્યા.'

શહીદના ભાઈએ કહ્યું કે, 'મુરૈના પ્રાંતમાં કેટલાય મોટા નેતાઓ છે, જે મત માગવા લોકોના ઘરે ઘરે પહોંચી જાય છે. પણ મારો ભાઈ શહીદ થયો, તો કોઈ નેતા કે સરકારી અધિકારી મળવા પણ નથી આવ્યા. મુરૈના પ્રાંતની મોટાભાગની જમીન ભૂમાફિયાના કબજામાં છે, પણ સરકાર પાસે દેશ માટે કુરબાન થનારા જવાનો માટે જમીન નથી.

Download Our B K News Today App



Related News