ખેડાના તોરણા પાટીયા પાસે લક્ઝરી બસ પલટી, 13 મુસાફરો ઈજાગ્રસ્ત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-02 15:37:31
  • Views : 82
  • Modified Date : 2024-02-02 15:37:31

ખેડાના કપડવંજ નડિયાદ રોડ પર અકસ્માત સર્જાયો છે. તોરણા પાટીયા પાસે રાજસ્થાનથી સુરત જઈ રહેલી લકઝરી બસ પલટી જતા આ ઘટના બની હતી. બસમાં સવાર 45 મુસાફર પૈકી 13 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે ખેડાના કપડવંજ નડિયાદ રોડ પર અકસ્માત સર્જાયો છે. તોરણા પાટીયા પાસે રાજસ્થાનથી સુરત જઈ રહેલી લકઝરી બસ પલટી જતા આ ઘટના બની હતી. બસમાં સવાર 45 મુસાફર પૈકી 13 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને કપડવંજ અને કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક કપડવંજ પ્રાંત અધિકારી, મામલતદાર, અને પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો.બીજી તરફ આ અગાઉ અમદાવાદના થલતેજ અંડર પાસ નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી.થલતેજ અંડર પાસથી હેબતપુર ચાર રસ્તા તરફ જતા માર્ગ પર સોમવારે મોડી સાંજે એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ 4થી વધુ કાર એક બીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Download Our B K News Today App



Related News