ડીસાના માલગઢ પાટિયા પાસે લૂંટનો બનાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-20 11:42:08
  • Views : 459
  • Modified Date : 2019-09-20 11:42:08

કંડલાથી ખાદ્ય તેલ ભરેલ ટેન્કર ડીસાના માલગઢ પાસે
 પંચર થતા ડ્રાઇવર અને ક્લીનર ટેન્કરમાં  આરામ કરી રહયા હતા. દરમ્યાન મોડી રાત્રે પીક અપમાં આવેલા બે શખ્સોએ ડ્રાઈવરનો મોબાઈલ તથા બેગમાં રહેલા પાંચ જોડ કપડાં તથા રોકડ દસ હજાર લઈ નાસી ગયા હતા. જોકે ડ્રાઇવરે આ શખ્સોને પડકાર આપતા એક શખ્સે ડ્રાઈવરના હાથમાં છરો મારી દિધો હતો. બાદમાં ડ્રાઇવરે નજીકની હોટલમાં જઈ ૧૦૮ને ફોન કરતા તેને સારવાર મેળવી હતી. બીજી તરફ તેને ૧૦૦ નબર પર ફોન કરતા ફોન ના લાગ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.
મથુરાના નગલા પીરસુઆ રાયા ગામ ખાતે રહેતા ધર્મેન્દ્રસિંહ ઓમપ્રકાશ ટેન્કર ડ્રાઇવર તરીકે ફરજ નિભાવે છે. મંગળવારે બપોરે તેઓ ક્લીનર સાથે  કંડલા ગોપાલ કંપનીમાંથી ખાદ્ય તેલ ભરેલ ટેન્કર લઈ જઈ રહ્યા હતા. આ દરમ્યાન મોડી રાત્રે તેઓ ડીસા તાલુકાના માલગઢ પાટિયા
પાસે  પહોંચ્યા હતા. જ્યાં તેમના ટેન્કરમાં પંચર થતા તેઓ ટેન્કર પાર્ક કરી આરામ ફરમાવી રહ્યા  હતા. આ દરમ્યાન ડીસા તરફથી સર્વિસ રોડ તરફ એક પીકઅપ ગાડીમાંથી હથિયારધારી બે શખ્સો ઉતરી તેમની પાસે આવી મોબાઈલ લઈ લીધો હતો. બીજી તરફ પાંચ જોડ કપડા તથા રૂ ૧૦ હજાર ભરેલ થેલો લઈ નાસવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ડ્રાઇવરે તેમને રોકવા પ્રયત્ન કરતા એક શખ્સે તેમના હાથમાં છરો મારી નાસી છૂટયા હતા. બાદમાં આ બન્ને શખ્સો પીકઅપમાં બેસી ભીલડી તરફ જતા રહ્યાં હતા. બાદમાં ઘાયલ ડ્રાઇવર માલગઢ પાસે રહેલ એક હોટલમાં જઈ અન્યના મોબાઈલ પરથી
પોલીસને ફોન કર્યો હતો. જોકે ફોન ના લાગતા તેઓએ ૧૦૮ને ફોન કર્યો હતો. જેથી ૧૦૮ની ટીમ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી ડ્રાઈવરના હાથે પાટા બાંધી તેની સારવાર કરી હતી. બનાવના પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. જોકે સ્થાનિકોએ અગાઉ પણ બે વાર આવી રીતે લૂંટ થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે નેશનલ હાઇવે પર ખુલ્લે આમ લૂંટ થતા નાઈટ પેટ્રોલિંગ તેજ થાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે.

Download Our B K News Today App



Related News