ધાનેરાના નેનાવા ગામે રૂ. ૧૧.૨૦ લાખ ઉપરાંતની લૂંટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-16 11:11:49
  • Views : 2123
  • Modified Date : 2020-01-16 11:11:49

ધાનેરા તાલુકાના નેનાવા ગામે સમાજીક રીતે  છુટાછેડા બાબતે સમાજીક દંડ અને દાગીના પાછા આપવા માટે બોલાવી છ ઇસમોને પકડી બાંધી માર મારેલ તેમજ તેમની
પાસેથી ૧૧.૨૦ લાખ અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરનાર અને માર મારનાર ૧૩ ઇસમો સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે ધાનેરાની પ્રાઇવેટ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ધાનેરાના માલોત્રા ગામે રહેલા ગમનાભાઇ જીવાભાઇ
પટેલની દિકરી સુરેખાના લગ્ન ચારેક વર્ષ અગાઉ નેનાવા ગામે થયેલા હતા. પરંતુ સુરેખાબેન તેમજ તેમના પતિ સાથે મનમેળ ન હોવાથી સુરેખાબેન પોતાના પિતાના ઘરે રહેતા હતા અને જેના કારણે આ બન્નેને છુટાછેડા લેવાનું નક્કી કરવામાં આવતા છુટાછેડામાં સામાજીક દંડની થતી રકમ ૧૧.૨૦ લાખ તેમજ સુરેખાને લગ્ન સમયે આપવામાં આવેલ ચાંદીના કડલા, સોનાનું એક ફુલ તેમજ સોનાની બે વિંટીઓ પરત લઇને આવવાનું જણાવેલ તેમજ છુટાછેડા માટે જે લખાણ કરવાનુ છે તે માટે દસ્તાવેજી પુરાવા પણ લાવવાનું જણાવતા  અગરાભાઇ કાનજીભાઇ પટેલ, સેંધાભાઇ રામજીભાઇ પટેલ, દશરથભાઇ અગરાભાઇ પટેલ ત્રણે રહે. માલોત્રા વાળાઓએ તેમની સાથે કાગળોના કામકાજ માટે ધાનેરાથી બંટીભાઇ સુરેશભાઇ કણેરીયા (વકીલ), અને વકીલની સાથે મદદમાં પ્રવિણભાઇ રમેશભાઇ ચૌધરી, શાહરુઝખાન લશ્કરખાન બેલીમ ત્રણે રહે. ધાનેરાવાળાઓ સાથે  બોલેરોગાડીમાં નેનાવા ખાતે
પહોંચેલા અને ત્યાં પ્રભાભાઇ માનાભાઇ પટેલ, દેવકરણ રાયમલ પટેલ, લાખા રાયમલ પટેલ, માધા રાયમલ પટેલ વગેરે રસ્તામાં ઉભા હતા અને જણાવેલ કે વાત થયા પ્રમાણેની રકમ આપી દો ત્યારે તે રકમ આપવા માટે રસ્તો યોગ્ય જગ્યા ન હોઇ ના પાડેલ જેથી પ્રભાભાઇ પટેલે ચતરાભાઇ રબારીને ત્યાં આ તમામને લઇ ગયેલ અને ત્યાં તેમની પાસેથી રકમ તથા દાગીના લીધેલા અને જે લખાણ કરવાનું હતુ તે કરેલ
 અને તેવામાં ત્યાં જેતા ગોવા પટેલ તથા અન્ય ૧૦ જેટલા બુકાનીધારી ઇસમો લાકડીઓ સાથે આવેલ અને આ રકમ તથા દાગીના લઇ લીધેલ અને મારવા લાગેલ. આ છુટાછેડાના કામે આવેલ છ ઇસમોને હાથ પગ બાંધીને કેમ્પર ગાડી તેમજ સ્વીફટ ગાડીમાં નાખી દેવામાં આવેલ અને જોરદાર માર મારેલ.  આ તમામ ઇસમો વહેલી સવારે ત્રણ વાગ્યાના સુમારે માલોત્રા ગામે ગાડી લઇને આવી પહોંચેલા અને ગમનાભાઇ જીવાભાઇના ખેતરે પહોંચી અને ત્યાં ગમનાભાઇને માર મારેલ. તેમજ તેમની દીકરીને ઉપાડવાની કોસીસ કરતાં તેમની પÂત્ન તેમજ અન્ય એક દીકરી વચ્ચે પડતા તેમને પણ ગડદાપાટુ તેમજ લાકડીઓ વડે માર મારેલ. જ્યારે ગમનાભાઇએ તે લોકોનો સામનો કરતા ગમનાભાઇને માથામાં ધારીયુ મારતાં ગંભીર ઇજાઓ પામેલ.  તેવામાં હોબાળો થતાં આજુબાજુના ખેતરોમાંથી લોકો દોડી આવતા આ ઇસમો ભાગતા ભાગતા  ગમનાભાઇની દીકરીના ગળમાં પહેરેલ સોનાની ચેઇન પણ લૂંટી ગયા હતા. જેથી આવેલ લોકોએ ગમનાભાઇ પટેલ તેમજ તેમના પરિવારને સારવાર માટે ધાનેરાની સરકારી હોÂસ્પટલમાં ખસેડયો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે પ્રાઇવેટ હÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અંગીની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News