થરાદ માં તંત્ર દ્વારા લમ્પી વાઈરસ નો સવૅ હાથ ધરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-28 11:41:02
  • Views : 253
  • Modified Date : 2022-07-28 11:41:02

થરાદ માં તંત્ર દ્વારા લમ્પી વાઈરસ નો સવૅ હાથ ધરાયો

 

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઈરસ નાં કેસો જોવા મળી રહ્યા છે ત્યારે જીલ્લા વહીવટી તંત્ર સતેજ બનવા પામેલ છે. જીલ્લાના વાવ, થરાદ, સુઈગામ પંથકમાં પણ કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં લમ્પી વાઈરસના કેસો સામે આવી રહ્યા છે. આ લમ્પી નામનો વાઈરસ ગાયોમાં વિશેષ જોવા મળી રહ્યો છે. જે પશુઓમાં આ રોગનાં લક્ષણ જણાય તે પશુને હાઈ ટેમ્પરેચર તાવ આવે છે. તેમજ ચામડી પર ફોડલીઓ થાય છે. જેનાથી પશુ પુરતું ખોરાક લઈ શકતું નથી.જ્યાં પશુઓ બાંધેલ હોય ત્યાં માખી મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય તેવો પ્રયાસ કરવો જેથી આ રોગ ફેલાઈ ન શકે પરંતુ થરાદ શહેરમાં પાણી ના ઠેર ઠેર ખાડા ભરાયેલા છે જે મચ્છર નો ઉપદ્રવ મોટા પાયે કરી ને લમ્પી વાઈરસ ને નોતરી શકે છે તો પાણી નો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તે જરૂરી છે. હાલ માં થરાદ તાલુકામાં વેટનરી ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે.જયારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પશુઓને આયુર્વેદિક દવાઓ નાં લાડુ બનાવી ને સેવા ચાલુ કરી દેવામાં આવી છે થરાદ માં શેણલ યુવક મંડળ દ્વારા દવા અને લાડુ ખવડાવી ને સેવા કરી રહ્યા છે ત્યારે થરાદ માં કનકસિંહ રાજપુત, રવજીભાઈ રાઠોડ, યુવા પત્રકાર હાર્દિક સિંહ રાજપુત, NSUI પ્રતાપસિંહ રાજપુત, રાજુભાઈ મકવાણા શેણલ મિત્ર મંડળ થરાદ ગૌસેવા માટે કામગીરી કરી રહ્યા છે. પશુપાલકોએ તાત્કાલીક સારવાર અને અન્ય માહિતી માટે સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન નં.૧૯૬૨ ઉપર સંપર્ક કરવો અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા આહવાન કર્યું છે.

 

Download Our B K News Today App



Related News