બનાસકાંઠામાં લંપી વાયરસથી પશુપાલકોમાં ભયનો માહોલ : જિલ્લા વિકાસ અધિકારીએ પશુઓની સારવાર આપવાની ખાતરી આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-26 13:22:25
  • Views : 260
  • Modified Date : 2022-07-26 13:22:25


બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસથી પશુપાલકોમાં ભયનો માહોલ છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ રાજસ્થાનને અડીને આવેલા લવારા ગામની મુલાકાત લીધી હતી અને પશુપાલકોને તેમના પશુઓની સારવાર આપવાની ખાતરી આપી છે.


બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાનને અડીને આવેલા સરહદી વિસ્તારોની અંદર પશુઓમાં લંપી નામનો વાયરસ આવતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાનને અડીને આવેલા દિયોદર તાલુકાના ગામડાઓ તેમજ ધાનેરા તાલુકાના મગરાવા લવારા અને જાડી ગામમાં લંપી નામનો વાયરસ પશુઓમાં દેખાતા વહીવટી તંત્રની ટીમો એલર્ટ બની છે. પશુપાલન વિભાગ દ્વારા 34 જેટલી ટીમો બનાવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ્યાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળી રહ્યો છે ત્યાં સર્વે હાથ ધર્યો છે.બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસના 200 ઉપરાંત કેસો નોંધ્યા છે. જ્યારે માત્ર ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં 65 જેટલા કેસો નોંધાયા છે. આજે પશુપાલન વિભાગની ટીમની સાથે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેરે પણ મગરાવા પહોંચ્યા હતા અને ખેડૂતોને આ રોગથી કેવી રીતે પશુઓને બચાવવા તેના પર ચર્ચાઓ કરી હતી. ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે તેમના તમામ પશુઓની સારવાર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે આ રોગથી ડરવાની જરૂર નથી.બનાસકાંઠા જિલ્લાની પશુપાલન વિભાગની ટીમો અત્યારે ગામડાઓમાં ખેતરો ખુંદી રહી છે અને જ્યાં પશુઓને લંપી વાયરસની અસર છે તેમને સારવાર આપવામાં આવી રહી છે તેમજ બીજા પશુઓથી અલગ રાખીને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે.બનાસકાંઠામાં લમ્પી વાઇરસના લક્ષણો પશુઓમાં દેખાય તો તાત્કાલિક 1962 નંબર પર સંપર્ક કરો. પશુઓમાં થતો લમ્પી વાઇરસને પ્રસરતો અટકાવવા પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. પાલનપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પશુપાલન વિભાગ અને બનાસ ડેરીના વેટર્નરી ર્ડાકટરો સાથે બેઠક યોજાઇ બનાસકાંઠા જિલ્લાના લમ્પી વાઇરસ અસરગ્રસ્ત તાલુકાઓમાં કરવાની કામગીરી, સર્વે અને સારવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.


Download Our B K News Today App



Related News