ગુજરાત ની અંદર ગૌમાતા માં લંપી વાયરસની જે બિમારી આવી છે અને આ બિમારી ના કારણે કેટલીય ગૌ માતાઓના મોત નિપજયા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-01 12:10:25
  • Views : 248
  • Modified Date : 2022-09-01 12:10:25


ગુજરાત ની અંદર ગૌમાતા માં લંપી વાયરસની જે બિમારી આવી છે અને બિમારી ના કારણે કેટલીય ગૌ માતાઓના મોત નિપજયા છે  વાયરસ ઝડપથી આગળ પ્રસરી રહ્યો છે જેને અટકાવવા અને ગૌમાતાઓ મૃત્યુ ના પામે તે માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવા આવી રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ જુનાડીસા શ્રી રાધાક્રિશ્ન ગૌશાળા (જુનાડીસા) માં હિંદુ યુવા મિત્ર મંડળ, વિશ્વ હિંદુ પરિષદ દ્વારા લગભગ ત્રણ હજાર જેટલા આયુર્વેદિક લાડુઓ બનાવી ગૌશાળાની ગૌમાતા સાથે ગામમાં ફરતી ગૌમાતાઓને અને જેમના ઘરે ગૌમાતા બાંધેલી છે તેઓને પણ આપવામાં આવ્યા ખવરાવવા માં આવ્યા.

શ્રી રાધેક્રિષ્ના ગૌશાળાના મહંતશ્રી ભરતગીરીજી મહારાજ સાથે મહેશભાઈ પ્રજાપતિ, રવિભાઈ દરબાર, જયેશભાઈ દેસાઈ, અરવિંદભાઈ મોદી, વિપુલભાઈ દેસાઈ, શરદભાઈ મોદી, હર્ષદભાઈ મોદી,પશાભાઈ પ્રજાપતિ, હાર્દિકભાઈ નાઈ, કનુભાઈ પ્રજાપતિ, શ્રવણભાઈ અનાવાડીયા, સહિત જુનાડીસા ની યુવા ટીમ દ્વારા લાડુ બનાવી વિતરણ કરવામાં આવ્યું ,

Download Our B K News Today App



Related News