એલ.આર.ડી.ની ભરતી પ્રક્રિયા અંગે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-19 17:59:24
  • Views : 431
  • Modified Date : 2020-01-19 17:59:24

(પ્રતિનિધિ)દિયોદર


દિયોદર બ્રહ્મસમાજ દ્વારા દિયોદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે એલ.આર.ડી.ની ભરતી પ્રક્રિયામાં બિન અનામત વર્ગના લોકોને અન્યાય ન થાય તે માટે સરકારે જી.એ.ડી.ના તારીખ ૦૧/૦૮/૨૦૧૮ ના પરિપત્રમાં  વિગતવાર સ્પષ્ટીકરણ  કરેલું છે. જો કે પરિપત્ર રદ કરવા જુદા જુદા વર્ગો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે. ખરેખર બિન અનામત વર્ગની તાજેતરની એલ.આર.ડી. ભરતીમાં મહિલાઓને અન્યાયકર્તા છે. જો આ પરિપત્ર રદ થાય તો જુદા જુદા વર્ગોમાં વર્ગ વિગ્રહ ઉભો થવાની પુરે-પુરી આશંકા રહેલી છે. વળી સરકારમાં બેઠેલા જન પ્રતિનિધિઓ આ પરિપત્ર રદ કરવાની બેહુદી માંગણી કરી રહ્યા છે. જે બિન અનામત વર્ગને ખરેખર અન્યાયકર્તા છે. જોકે વધુમાં બ્રહ્મ સમાજ આ લોકો લોકોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકારથી સરકાર દ્વારા બિન અનામત વર્ગને આપવામાં આવેલા કોઈપણ લાભ છીનવી લેવામાં આવશે તો ન છૂટકે અમારે ઉગ્ર આંદોલનના માર્ગે જવું ડશે જેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું.  


Download Our B K News Today App



Related News