ડીસા તાલુકાના લોરવાડા પાસે ટાયર પંક્ચરની દુકાનમાં શ્રમિકની અગમ્ય કારણોસર આત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-13 17:19:50
  • Views : 614
  • Modified Date : 2020-06-13 17:19:50

બનાસકાંઠા જિલ્લામાં ક્રાઇમની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ખાસ કરીને છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં અનેક ગુનાહિત ઘટનાઓ બની છે. બનાસકાંઠા જિલ્લો એ પછાત વર્ગનો જિલ્લો માનવામાં આવે છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ચોરી લુંટ હત્યા અને આત્મહત્યાના બનાવમાં રોજબરોજની ઘટનાઓ સામે આવે છે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં સૌથી વધારે હત્યા અને આત્મહત્યાના બનાવો બહાર આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક આત્મહત્યાનો બનાવ ડીસા તાલુકાના લોરવાડા ગામે બનવા પામ્યો હતો જેમાં કોઈ શ્રમિક છેલ્લા ઘણા સમયથી ટાયર પંક્ચરની દુકાનમાં કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. 

Download Our B K News Today App



Related News