સ્ટ્રીટ લાઈટ અને પેવર બ્લોકના કામોમાં લોરવાડાની પંચાયતમાં કૌંભાડની આશંકા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-24 11:51:17
  • Views : 521
  • Modified Date : 2020-08-24 11:51:17

 ડીસા તાલુકાના વડાવળ ગામ પછી હવે લોરવાડા ગ્રામ
પંચાયત વિસ્તારમાં એલઇડી સ્ટ્રીટ લાઈટ અને આગમાતાના મંદિર આગળ પેવર બ્લોક નહિ નાખવાને લઈને ગામના
અરજદારોએ તેની તપાસ કરાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તપાસની માંગ કરી છે. જેમાં સ્ટ્રીટ લાઇટ એલઇડીની ઊચા ભાવે ખરીદીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
લોરવાડા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં તેમજ ઇન્દિરાનગર વિસ્તારમાં વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૪ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી એલઇડી સ્ટ્રીટ લાઇટ નાખવાની મંજૂરી અપાઇ હતી. આ એલઇડી ઊંચા ભાવે ખરીદી હોવાની અરજદારોએ સરકારના વિવિધ વિભાગોમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, રૂપિયા ૬૨૦/- ના ભાવની એલઇડી સ્ટ્રીટ લાઇટના લોરવાડા ગ્રામ પંચાયતે રૂ. ૪૧૧૦/- (ટેક્સ સિવાય, પ્રતિ નંગ) ના ભાવે અમદાવાદની સન ઇલેક્ટ્રોનિકસ સેલ્સ પાસેથી ખરીદી હતી. જેનું ૬૫ સ્ટ્રીટ લાઇટ એલઇડીનું ટેક્સ સાથેનું બિલ રૂપિયા ૨ લાખ, ૯૯ હજાર, ૨૦૮ આવ્યું હતું. જેનો ગ્રામ પંચાયત દ્વારા ચેક નંબર ૨૮૩૫૩૯ થી તા. ૨૦ જાન્યુ.  ૨૦૧૮ ના રોજ ચુકવણું કરાયું હતું. ગામના અરજદારોનો આક્ષેપ છે કે, સન ઇલેક્ટ્રોનિકસ સેલ્સ સાથે ટેલિફોનિક વાત કરતા ચૂકવેલ પેમેન્ટ અંગે તેઓ કંઇ જાણતા નથી. જેને લઇને રૂપિયા અઢી લાખ ઉપરાંતનો કથિત ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે લોરવાડામાં આવેલા આગ માતાજીના મંદિર આગળ પેવર બ્લોક નાખવાની વહીવટી મંજૂરી રૂપિયા એક લાખની મળી હતી. પરંતુ સ્થળ ઉપર કોઈ કામ જ થયું નથી. જ્યારે ટ્રેક્ટર દ્વારા રેતીના ફેરા પણ ખોટા કોટેશન લઈને મળતિયાઓ
પાસેથી ખોટા વાઉચર અને
પાવતીઓ ઉભા કરાયા છે. જેમાં પણ ભ્રષ્ટાચાર કરાયો છે અને રૂ. ૯૯૦૦૦/- નું ફાઇનલ બિલ બનાવાયું હતું. અરજદારોનો આક્ષેપ છે કે, આ બન્ને કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાથી સરપંચ વિરુદ્ધ ત
પાસ કરીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જોકે આ અંગે બનાસકાંઠાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.જે.દેસાઈએ જણાવ્યું હતું કે, ડીસા ટીડીઓ દ્વારા અમને આ અંગેનો તપાસનો અહેવાલ મળશે. તો તેના આધારે અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું.

Download Our B K News Today App



Related News