પાટણમાં તસ્કરો રૂપિયા ૮ લાખની કિંમતના કોપર વાયર ચોરી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-26 05:23:45
  • Views : 475
  • Modified Date : 2019-04-26 05:23:45

પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા જે.પી.વંદના પાર્કમાં ગત રાત્રીના સુમારે કોઈ અજાણ્યા તસ્કરોએ કે.સી.મેટલ કોર્પોરેશન નામની વખારના સટરના  નીચેના ભાગને કટર વડે તોડી અંદર પડેલ કોપર વાયરના કટ્ટા નંગ-૨૫ ખાનગી વાહનમાં ભરીને પલાયન થઇ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા વખારના માલિક દ્વારા આ બાબતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે આવી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હતા .જોકે ચોરીને અંજામ આપનાર તસ્કરો બાજુમાં આવેલી ચાની વખારના સીસીટીવી કેમેરામાં કેદ થયા હોય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.બનાવની મળતી વિગત મુજબ પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં આવેલા જે.પી. વંદના પાર્કમાં આવેલ અને લોખંડ ભંગારનો જથ્થો સંગ્રહ કરવા માટે રખાયેલ કે.સી. મેટલ કોર્પોરેશન નામની વખારના માલિક કમલેશભાઈ ચંપકલાલ મોદી રહે બળવાવાડા એ ગતરાત્રીના સુમારે ૯ઃ૦૦ કલાકે નિત્યક્રમ મુજબ પોતાની દુકાન વધાવીને ઘરે ગયા હતા. ત્યારે મોડી રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો ખાનગી વાહન મારફતે આવીને દુકાનની નીચેના સટરને કટર વડે કાપી વખારમાં પડેલા કોપર વાયરના કટ્ટા નંગ ૨૫ કિંમત રૂપિયા અંદાજીત આઠ લાખના ખાનગી વાહનમાં ભરીને પલાયન થઈ ગયા હતા. જોકે ઉપરોક્ત ચોરીની ઘટના બાજુમાં આવેલ ચાની વખારના સીસીટીવી કેમેરામાં કેદ થયેલા હોય બનાવની સઘળી હકીકત કારખાનાના માલિક કમલેશભાઈ ચંપકલાલ મોદીએ પાટણ પોલીસને કરતા પોલીસે ઘટનાસ્થળે આવી સીસી કેમેરાના ફુટેઝો મેળવી ચોરીને અંજામ આપનારા તસ્કરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. વેરાઈ ચકલા જેવા મુખ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાને લઇ આજુબાજુના રહીશો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.



Download Our B K News Today App



Related News