ડીસા તાલુકાના બાઈવાડામાં થયેલ લૂંટનો ભેદ ઉકેલતી ડીસા રૂરલ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-30 12:34:34
  • Views : 914
  • Modified Date : 2019-05-30 12:34:34

દસ દિવસ અગાઉ ડીસા તાલુકાના બાઈવાડા ગામ નજીક થયેલી લૂંટનો ભેદ ડીસા તાલુકા પોલીસે ગણતરીના દિવસમાં ઉકેલી દીધો છે અને ચાર આરોપીઓ સહિત તમામ મુદ્દામાલ પણ રીકવર કરવામાં પોલીસ સફળ રહી છે.ડીસા તાલુકામાં આવેલા થેરવાડા ગામમાં રહેતા અને મહેસાણા ખાતે સેલ્સ ટેક્ષ કચેરીમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિષ્ણુજી બારોટ ગત એકવીસ મેના રોજ મહેસાણાથી ડીસા આવીને પોતાના મોટર સાઇકલ પર પોતાના ઘરે થેરવાડા જઈ રહ્યા હતા. તે દરમ્યાન ડીસા તાલુકાના બાઈવાડા ગામ નજીક રાત્રિના સમયે ચાર અજાણ્યા શખ્સોએ આવીને વિષ્ણુજી બારોટને આંતરીને તેમની પાસે રોકડા ૧૫,૦૦૦ હજાર અને ૫,૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.  ત્યારબાદ ફરિયાદીએ આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકમાં તેની સાથે થયેલી લૂંટની ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી.  જેથી પોલીસે આ સમગ્ર ઘટનામાં બાઈવાડા સબસ્ટેશનના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં આ લૂંટની ઘટનાને અંજામ આપનારા શખ્સો કેમેરામાં કેદ થઈ ગયા હતા.    ડીસા તાલુકા પોલીસે આ સમગ્ર ઘટનામાં પોતાના ખાનગી બાતમીદારોને સક્રિય કરી તપાસ હાથ ધરતા આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં ભડથ ગામના વિક્રમસિંપ્રવિણસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ વાઘેલા હોવાનું સામે આવ્યું હતું.. બાદમાં પોલીસે પોતાના ખાનગી બાતમીદારોની બાતમીના આધારે બે આરોપીઓને ભડથ તેમના ઘરેથી જ્યારે અન્ય બે આરોપીઓને આખોલ ગામમાથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે ડીસા તાલુકા પોલીસ ઈન્સ્પેકટર એમ.જે.ચૌધરીએ વધુ વિગત આપી હતી.લૂંટની ઘટનાના ડિટેકશન બાદ પોલીસે મોબાઈલની લે વેચ કરતાં વેપારીઓને પણ અપીલ કરી છે કે જૂના ફોન ખરીદી કરતી વખતે મોબાઈલનું વેચાણ કરનાર શખ્સોના નામ અને ફોટો આઈ.ડી. લેવા સાથે રજીસ્ટર મેઈનટેન કરવા જણાવ્યું છે.


Download Our B K News Today App



Related News