નર્મદા જેવી નદીઓ તેમજ જાપાનના ફોટા જોઈને મહી-સાબરમતી પર 68 ફૂટ ઊંચો બ્રિજ ડિઝાઇન કરાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-05 11:10:45
  • Views : 351
  • Modified Date : 2020-10-05 11:10:45

   અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલ માટે 5 મોટા બ્રિજ અને અન્ય નાના ક્રોસિંગ માટેના ટેક્નિકલ ટેન્ડર ખુલ્લાં મુકાયાં છે.  ટેન્ડર માટે ભારતની 8 કંપનીએ રસ દાખવ્યો છે. જોકે આ બ્રિજ બનાવવાનો એકપણ કંપનીને અનુભવ નથી તેમજ બ્રિજ અંગેની ડિઝાઇન પણ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન આપવાનું નથી. આ ટેન્ડરમાં ભરૂચ પાસે નર્મદા અને અમદાવાદની સાબરમતી અને મહીસાગર નદી સહિતના 5 મોટા બ્રિજ સામેલ છે. રસ દાખવનારી કંપનીએ પોતાની ડિઝાઇન અને કિંમત રજૂ કરવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે નાના છોકરાઓ ફોટા જોઈને પ્રોજેક્ટ બનાવે તેવું જાપાનના બુલેટ ટ્રેનના બ્રિજના ફોટા જોઈને ભારતની નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન સાથે સંકળાયેલા વડોદરાના અધિકારીના જણાવ્યા મુજબ જરૂર પડશે તો અમે જાપાનના ફોટા આપીશું. કંપનીઓ બ્રિજ બનાવશે. કંપની જાતે ડિઝાઇન કરશે તો સમય બચશે, તેથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. વડોદરામાં 190 મીટર ઊંચા સિંગલ ગડર બ્રિજની ડિઝાઇન નકારાઈ હતી. આ માટે સિંગલ ગડર બ્રિજની ડિઝાઇન જાપાન દ્વારા તૈયાર કરાઈ હતી વડોદરા ખાતે બુલેટ ટ્રેન નંબર 7થી 6 તરફ દિશા બદલવાની હતી. એક બાજુ મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ ઉમેરાયો છે, નવી ટેક્નોલોજીની ટ્રેનિંગ આપવાની છે અને ટેન્ડર ખુલ્લાં મુકાયાં છે, ત્યારે કોરોના મહામારી વચ્ચે અનલોક પ્રક્રિયા બાદ સમગ્ર પ્રોજેક્ટમાં થયેલા ફેરફાર અંગે વડોદરાના ઉચ્ચ અધિકારીઓ દિલ્હીનો દરવાજો બતાડે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થયો ત્યારે સમગ્ર પ્રોજેક્ટ માટે ટ્રાન્સપરન્સી અને દરેક કામગીરી નાગરિક સન્માન ખુલ્લી મૂકવાની વાતો કરનાર અધિકારીઓ હાલ ચાલી રહેલા ફેરફાર અંગે મૌન સેવી રહ્યા છે. પ્રોજેક્ટ પૂરો થાય બાદ અમદાવાદ-મુંબઇ વચ્ચેનું 508 કિમીનું અંતર છે. બુલેટ ટ્રેન માટે સમુદ્રમાં 7 કિમી લાંબી સુરંગ પણ બનાવવામાં આવશે. સૂત્રો મુજબ પ્રોજેક્ટમાં 75 લાખ મેટ્રિક ટન સિમેન્ટ, 21 લાખ મેટ્રિક ટન સ્ટીલ અને 1.4 લાખ મેટ્રિક ટન સ્ટ્રકચરલ સ્ટીલ વપરાશે. 2023માં પ્રોજેક્ટ પૂરો કરાશે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિ.મી.નું અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં જ કપાશે. બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ સુધીના 12 સ્ટેશન બનાવવામાં આવશે. બુલેટ ટ્રેનની લંબાઈ 508.5 કિલોમીટર રહેશે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાક રહેશે.અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવાશે. જે જાપાનના શિંકાનસેન ડિઝાઈનના આધારે તૈયાર થશે. આ પ્રોજેકટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશ થશે અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News