અમદાવાદ કલેક્ટર કહે છે કે ઇટિહાસ પોર્ટલ ટ્રેક પીપલ અને કોરોના માર્ગદર્શિકા અમલીકરણ માટે પોલીસને આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 17:23:39
  • Views : 236
  • Modified Date : 2021-03-18 17:23:39

    અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેર જોવા મળી છે. શહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસ ઓછા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો તકેદારી રાખતા ન હોવાથી સંક્રમણ વધવાની શક્યતા વધુ જોવા મળે છે. સાથે કોરોના સંક્રમિત લોકો પર તંત્ર દ્વારા ઇતિહાસ પોર્ટલની મદદથી નજર રાખવામાં આવી રહી છે. કોરોના ગાઈડલાઈનના કડક પાલન માટે પોલીસને સૂચના આપવામાં આવી હોવાનું અમદાવાદ કલેક્ટરે જણાવ્યું હતું.

    કોરોના સંક્રમિત લોકો પર તંત્ર દ્વારા ઇતિહાસ પોર્ટલની મદદથી નજર રખાઈ રહી છે. આ પોર્ટલમાં કોરોના સંક્રમિત અને વિદેશથી આવેલા વ્યક્તિની તમામ ડેટા લેવામાં આવે છે. સાથે તેની દરેક હિસ્ટ્રી ચેક કરવામાં આવે છે અને જરૂર લાગે તો તેનો સંપર્ક કરીને તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ પણ વધારવા માટે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે.


    કોરોનાના વધતા કેસને લઈને અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ  વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં કેસ વધી રહ્યા છે. જેને લઈને વહીવટી તંત્ર તકેદારીના ભાગરૂપે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના કેસ ઓછા છે. પરંતુ બીજા કેસ વધે નહીં તે માટે કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવશે. લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે પોલીસને પણ સૂચના આપવામાં આવી છે. અમે વેક્સિનેશનના સ્લોટ પણ વધારી રહ્યા છે. જેથી લોકો વેક્સિન લઈને પોતે સુરક્ષિત રહે. સાથે અમે ઇતિહાસ પોર્ટલ પરથી અમદાવાદ ગ્રામ્યના તમામ લોકો પર નજર રાખી રહ્યા છે. લોકોને હું અપીલ કરું છું કે તકેદારી રાખશો તો કોરોનાને વધતો આપણે અટકાવી શકીશું.

    દિવસેને દિવસે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને પગલે શહેરમાં સિટી ટ્રાન્સપોર્ટેશન અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવાયું છે. સાથે શહેરમાં પબ્લિક પ્લેસ જેમાં કાંકરિયા, રિવરફ્રન્ટ અને બાગ બગીચાને પણ અનિશ્ચિત મુદ્દત સુધી લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે અમદાવાદમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. અમદાવાદ એક સમયે કોરોનાનું હોટસ્પોટ ગણાતું હતું. હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યા હતા ત્યારે હવે ફરી એવી સ્થિતિ ન સર્જાય તે માટે આવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. સાથે કોરોના વેક્સિનેશન મોટા પ્રમાણમાં અમદાવાદમાં થઈ રહ્યું છે.


Download Our B K News Today App



Related News