જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-07 16:15:33
  • Views : 92
  • Modified Date : 2023-08-07 16:15:33

 રાજ્યમાં ભારે વરસાદ બાદ રોગચાળો ફેલાઈ રહ્યો છે. જામનગરમાં પણ વરસાદ બાદ ભારે રોગચાળો ફેલાયો છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દૈનિક અઢી હજારથી વધારે ઓપીડીમાં કેસ નોંધાય છે. તેમજ હોસ્પિટલની કેસ બારી ઓપીડી તેમજ દવા બારીમાં લાંબી કતારો જોવા મળે છે.તેમજ શરદી ઉધરસ તાવના દર્દી દૈનિક 500થી 700 જેટલા હોસ્પિટલ ઓપીડીમાં જોવા મળે છે. વરસાદ બાદ મચ્છરજન્ય રોગ તેમજ પાણીજન્ય રોગના દર્દીઓમાં વધારો નોંધાયો છે. જો જુલાઈ માસની વાત કરીએ તો જુલાઈ મહિનામાં જામનગરની જીજી હોસ્પિટલમાં 7,61,000થી વધુ દર્દીઓ નોંધાયા હતા.તો આ તરફ સુરતમાં પણ રોગચાળો ફાટી નીકળ્યો છે. સુરતમાં તાવથી પીડાતા પાંડેસરા વિસ્તારના 43 વર્ષીય વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વધતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

Download Our B K News Today App



Related News