પવિત્ર યાત્રાધામ ઢીમા ગામનું નામ ઢીમણનાગ પરથી પડયું હોવાની લોકવાયકાઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-23 11:22:48
  • Views : 630
  • Modified Date : 2019-09-23 11:28:31

બનાસકાંઠા જિલ્લાની
આંતરરાષ્ટ્રીય સરહદે આવેલ
પવિત્ર યાત્રાધામ ઢીમા
શક્તિપીઠ એવાં વિશ્વ વિખ્યાત
અંબાજી ધામ પછીની ગણાય છે ત્યારે સરહદી વિસ્તારમાં આવેલ ધરણીધરજી ભગવાનનાં મંદિરે લાખ્ખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને દર પૂનમે પાંચ દિવસીય ભવ્ય લોકમેળો ભરાય છે. વારાહક્ષેત્ર - વારાહપુરી ગણાતું આજનું અસલ પવિત્ર યાત્રાધામ ઢીમા ધરણીધર ધામનું નામ ઢીમા ઢીમણનાગ દાદા પરથી
પડયું હોવાની લોકમાન્યતા છે. સંવત ૧૩૫૩માં અલાઉદ્દીન ખૂની રાજસ્થાનના ભીનમાલ અને જાલોર લૂંટી પાટણ તરફ જતાં રસ્તામાં આ યાત્રાધામ
પર ચઢી આવ્યો અને તેને વારાહ મૂર્તિનું ખંડન કર્યુ અને બાજુમાં જ બિરાજમાન ઢીમણનાગ મંદિર પર હુમલો કરવાં તેને પ્રયત્નો કર્યા પરંતુ શિખર તોડવા તેણે પ્રયત્ન કર્યો પણ શિખરમાંથી ભમરા છૂટવાથી ખુબજ પરેશાન થઈ
પાટણ તરફ નાસી છૂટ્યો અને ઢીમણનાગ ભગવાનનું અત્યારે ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે. જ્યારે અહીંયાના લોકોની માન્યતા મુજબ ભગવાનને વર્ષમાં એક વખત ઢોકળાનો પ્રસાદ ચડાવવામાં આવે છે ઢીમા ઢેમેચા ઔદિત્ય બ્રાહ્મણ
પરિવાર  દ્વારા સેવા પૂજા કરવામાં આવે છે અને ગૌશાળા પણ કાર્યરત છે. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં ભવ્યાતિભવ્ય ધ્વજારોહણ અને શિખર પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાનાર છે.

Download Our B K News Today App



Related News