બનાસકાંઠામાં લોકશાહીના મહાપર્વની તૈયારીઓને આખરી ઓપ અપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:23:33
  • Views : 486
  • Modified Date : 2019-04-20 05:23:33

લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા બેઠકની ચૂંટણી માટે જિલ્લા વહિવટી અને ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જ્યાં શુક્રવારે પાલનપુર ખાતે યોજાયેલી પ્રેસ કોન્સફરન્સમાં તેની તમામ માહિતી આપવામાં આવી હતી.ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે મીડિયાને વિગતો આપવા પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંદિપ સાંગલેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેમણે જિલ્લાના મતદારોને અનુરોધ અને વિનંતી કરતાં જણાવ્યું કે તા.૨૩ એપ્રિલ મંગળવારના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પંચ દ્વારા એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વર શિવાનંદ કલાકેરીએ જણાવ્યું કે તટસ્થ, નિષ્પક્ષ અને મુક્ત માહોલમાં ચૂંટણી યોજવા મીડિયાનું મહત્વ સવિશેષ હોય છે. ચૂંટણીલક્ષી સુચન, રજૂઆત કે ફરિયાદ માટે સૌનું સ્વાગત છે. તેમણે બનાસકાંઠા જિલ્લામાં ખર્ચ નિયંત્રણ અંગે કરવામાં આવતી કામગીરીની સંક્ષિપ્ત વિગતો આપી હતી. ખર્ચ નિયંત્રણના ઓબ્ઝર્વર વિવેકકુમાર ભાસ્કરે જણાવ્યું કે લોકશાહી પ્રક્રિયાને જાળવવા મીડિયાની ભૂમિકા બહુ મહત્વની છે.  એમસીએમસી દ્વારા મીડિયા પર મોનીટરીંગ કરવાનું અને પેઇડ ન્યુઝ તથા સોશિયલ મીડિયા પર વોચ રાખવામાં આવે છે. પ્રેસ કોન્ફરન્સમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત વિગતો આપી હતી. આ પ્રસંગે નોડલ ઓફિસર મીડિયા અને સભ્યસચિવ એમસીએમસી તથા નાયબ માહિતી નિયામક ડી.પી.રાજપૂત સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતાંકલેકટર સંદિપ સાંગલેએ જણાવ્યું હતું કે, ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ માટે મદદનીશ ખર્ચ નિરીક્ષક-૧૦, ફલાઇંગ સ્કવોડની ૩૦ ટીમ, સ્ટેટીક સર્વેલન્સનીની ૩૩ ટીમ, એકાઉન્ટીંગની ૮ ટીમ, વિડીયો સર્વેલન્સની ૨૦ ટીમ, અને વિડીયો વ્યુઇંગની ૯ ટીમો કાર્યરત છે. તેમણે કહ્યું કે છેલ્લાં ૭૨ કલાક દરમિયાન ચૂંટણીપંચની સૂચના મુજબ એફ.એસ.ટી. અને એસ.એસ.ટી. ની ટીમ વધારી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. તા.૧૨ અને ૧૬ એપ્રિલના રોજ ઉમેદવારોના ખર્ચના હિસાબની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. હવે તા.૨૦ એપ્રિલના રોજ ઉમેદવારના ખર્ચના હિસાબોની ચકાસણી કરવામાં આવશે.રાજકીય પક્ષો તથા ઉમેદવારોની માંગણી પરત્વે સભા, સરઘસ, રેલી, ર્હોડિંગ્સ, બેનર મંજૂરી તથા વાહનોની પરમીટ અંગેની વ્યવસ્થા માટે સિંગલ વિન્ડો સીસ્ટમથી વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ૩૧૫૯ બી.યુ., ૩૧૫૯ સી.યુ. અને ૩૩૦૩ વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લાકક્ષાએ ઈફસ્-ફફઁછ્‌ નિદર્શન માટે તૈયાર કરવામાં આવેલ મતદાર જાગૃતિ રથ દ્વારા જિલ્લાના તમામ મતદાન મથકોને આવરી લેવામાં આવ્યા છે. કુલ-૧૨૭ ટીમ દ્વારા ઈફસ્-ફફઁછ્‌ નિદર્શન કાર્યક્રમ હાથ ધરીને અત્યાર સુધીમાં ૧,૭૬,૧૬૦ લોકોને પ્રત્યક્ષ રીતે માહિતગાર કરવામાં આવ્યા છે.  મતદારોની જાગૃતિ વધારવા સ્વીપ અંતર્ગત જિલ્લામાં સંખ્યાબંધ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં મતદાર કાપલીનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ૮૦ ટકાથી વધુ વિકલાંગ, પ્રજ્ઞાચક્ષુ (અંધજનો) અને વૃધ્ધ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી છે. આવા મતદારો માટે જિલ્લામાં ૭૫ વાન વ્હીલચેર જેવી સુવિધાઓ અને સહાયક સાથે મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના ૩૧,૧૨૫ મતદારો છે. આવા મતદારો ચૂંટણીમાં મતદાન જરૂર કરે તે હેતુથી કલેકટર દ્વારા આ મતદારોને નામજોગ પત્ર લખી મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. ગત વિધાનસભા ચૂંટણીની તુલનાએ જિલ્લામાં ૮૪,૦૬૨ મતદારોનો વધારો થયેલ છે. ચૂંટણી દરમ્યાન કુલ ૧૧,૭૨૫ પોલીંગ સ્ટાફ મતદાન મથકે ફરજ બજાવશે. જેમાં ૨૮૨૬ પ્રિસાઇડીંગ ઓફિસર, ૨૮૨૬ પોલીંગ ઓફિસર-૧ ૨૮૨૬ પોલીંગ ઓફિસર-૨, ૩૨૦૨ મહિલા પોલીંગ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવશે. સખી મતદાન મથકો-૪૫ તથા પોલીંગ સ્ટાફ ૨૭૦ રહેશે. દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો-૯ તથા દિવ્યાંગ સ્ટાફ ૪૫ રહેશે. આ તમામ સ્ટાફને તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. પોલીંગ સ્ટાફને મતદાન મથકે લાવવા લઇ જવા માટે કુલ ૩૦૩ બસોની વ્યવસ્થા પુરી પાડવામાં આવશે. ચૂંટણીમાં મતદાર ફોટો કાપલી- સ્લીપ ઓળખ માટે માન્ય પુરાવો નથી. જેથી મતદાન માટે જઇએ ત્યારે અહીં દર્શાવેલ કુલ-૧૨ ઓળખના પુરાવામાંથી ગમે તે એક સાથે રાખીને મતદાન જરૂર કરીએ. મતદાન ઓળખ માટે (૧) મતદાર ફોટો ઓળખકાર્ડ (૨) પાસપોર્ટ (૩) ડ્રાઇવિંગ લાયસન્સ (૪) સર્વિસ ઓળખકાર્ડ- કેન્દ્ર/રાજય સરકાર, જાહેર સાહસ તથા પબ્લીક લિમિટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ (૫) બેન્ક અથવા પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવેલ ફોટા સાથેની પાસબુક (૬)આભાર - નિહારીકા રવિયા  પેન (ઁછદ્ગ) કાર્ડ (૭) સ્માર્ટકાર્ડ - શ્રમ મંત્રાલયની યોજના અંતર્ગત આપવામાં આવેલ (૮) મનરેગા જોબકાર્ડ (૯) સ્વાસ્થ્ય વીમા સ્માર્ટ કાર્ડ- શ્રમ મંત્રાલયની આરોગ્ય વીમા યોજના અંતર્ગત આપવામાં આવેલ (૧૦) પેન્શન દસ્તાવેજ ફોટા સહિત (૧૧) સરકારી ઓળખકાર્ડ- સંસદસભ્યો, વિધાનસભ્યો, વિધાનપરિષદના સભ્યો (૧૨) આધાર કાર્ડ.



Download Our B K News Today App



Related News