ડીસાની બજારોમાં દુકાનદારોની દાદાગીરી રસ્તામાં વાહન પાર્ક કરતા લોકોની સમસ્યામાં વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-29 11:39:13
  • Views : 679
  • Modified Date : 2020-06-29 11:39:13

કોરોના વાયરસની મહામારીમાં એક તરફ સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ડીસાની બજારોમાં દુકાનદારો દ્વારા આડેધડ વાહન પાર્ક કરવામાં આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
ડીસામાં એક તરફ દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો કોરોના વાયરસથી બચી શકે અને ક્યાંક ભીડ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત લોકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે પરંતુ ડીસાની બજારોમાં દુકાનદારોને જાણે કોરોના વાયરસની કઈ
પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે. ન જેવા પૈસા કમાવવા માટે પોતાની દુકાનો પર કઈ પણ સુરક્ષા રાખ્યા વગર ધંધો કરી રહ્યા છે. તો બીજી તરફ ડીસાના લેખરાજ ચાર રસ્તા પાસે દિવસભર મોટું ટ્રાફિક સર્જાય છે જેનું કારણ છે આજુબાજુના દુકાનદારો. અહીંયા બજારોમાં નાના દુકાનદારો અને મોટા દુકાનદારો પોતાની દુકાન આગળ બાઈક પાર્ક કરતા
ત્યાંથી નીકળવા માટે રસ્તો નાનો થઈ જાય છે જેના કારણે આ રસ્તા પર દિવસભર ટ્રાફિકજામ થઈ જાય છે. લોકોને માત્ર એક કિલો મીટર જેટલો રસ્તો કાપવાનો હોય ત્યાં તેમને કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈને ઉભું રહેવું પડે છે. લોકોના જણાવ્યા પ્રમાણે અહીંયા દુકાનદારો પોતાની દુકાન આગળ બેસવા માટે પણ દિવસના પૈસા લેવામાં આવે છે ત્યારે  ટ્રાફિક પોલીસ અને ડીસા નગરપાલિકા દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટાભાગે પૈસા લેતા દુકાનદારો બહાર આવી શકે તેમ છે. ખાસ કરીને ટ્રાફિક પોલીસ આ બાબતે આડેધડ વાહન પાર્ક કરતા વાહન ચાલકો અને દુકાન આગળ વાહન પાર્ક કરાવતા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો મોટાભાગે ટ્રાફિક દૂર થઈ શકે તેમ છે.

Download Our B K News Today App



Related News