પરપ્રાંતિયને વતન જવા છૂટ ઃ બનાસકાંઠાની સરહદ પર લોકોની કતાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-03 10:58:10
  • Views : 824
  • Modified Date : 2020-05-03 10:58:10

સરકારે અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતીય લોકોને પોતાના વતન જવાની છૂટ આપતા જ બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી. અલગ-અલગ રાજ્યોમાંથી પોતાના વતન રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા માટે લોકોએ કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવું પડ્‌યું હતું.
લોકડાઉન થતા જ સમગ્ર દેશમાં અલગ-અલગ રાજ્યોમાં પરપ્રાંતીય લોકો ફસાઇ ગયા હતા. ખાસ કરીને યુપી અને રાજસ્થાનના લાખોની સંખ્યામાં લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ધંધાર્થે સ્થાયી થયા હતા. પરંતુ લોકડાઉન થતા જ આવા તમામ લોકો પોતાના વતનથી હજારો કિલોમીટર દૂર ફસાઈ પડ્‌યા હતા. જોકે સરકારે હવે આ તમામ પરપ્રાંતીય લોકોને
પોતાના વતનમાં જવા માટે છૂટ આપતા જ બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર રાજસ્થાનમાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અનેક રાજસ્થાની અને યુપીના લોકો અહીં સ્થાયી થયા હતા. ત્યારબાદ ગઇકાલથી જ આ તમામ લોકો પોતાના વતન જવા માટે નીકળ્યા છે. જે તમામ લોકોને ગુજરાતની અમીરગઢ બોર્ડર પર આરોગ્યની ચકાસણી કર્યા બાદ જ રાજસ્થાનમાં પ્રવેશ
આપવામાં આવે છે. જેના કારણે હજારોની સંખ્યામાં ઉમટી પડેલા લોકોના કારણે અહી અમીરગઢ બોર્ડર પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. મોટી સંખ્યામાં રાજસ્થાની અને
 યુપીના લોકો અમીરગઢ બોર્ડર પર આવી જતા લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહેવું પડ્‌યું હતું.
સરકારે તમામ લોકોને
પોતાના વતનમાં આવવાની છૂટ તો આપી છે પરંતુ સાથે સાથે કોરોના વાયરસ વધુ ના ફેલાય અને કોરોના વાયરસથી અન્ય લોકો સંક્રમિત ન થાય તે માટે તમામની આરોગ્યની તપાસ કર્યા બાદ જ પોતાના રાજ્યમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.  ત્યારે ગુજરાતની અમીરગઢ બોર્ડર પર પણ રાજસ્થાનમાં પ્રવેશ મેળવનાર તમામ લોકોનું બીપી, ટેમ્પરેચર અને સ્ક્રીનિંગ સહિત આરોગ્યની તપાસ કર્યા બાદ જ રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવશે અને ત્યાં
પણ ચૌદ દિવસ સુધી બહારથી આવેલા તમામ લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News