પાલનપુર તિરૂપતિ પ્લાઝા આગળનુ ડિવાઇડર બંધ કરી દેવાતા લોકોને હેરાનગતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-30 12:13:44
  • Views : 379
  • Modified Date : 2019-11-30 12:13:44

પાલનપુરના તિરૂપતિ પ્લાઝા આગળ ડિવાઇડર બંધ કરી દેવાતા જામપુરા વિસ્તારના રહીશો તેમજ પ્લાઝાના વેપારીઓને અવર જવરમાં ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર શહેરમાં ઘણીવાર લોકોની માંગણીને ધ્યાને લીધા વિના જ અમુક નિર્ણયો લેવામાં આવતા હોય લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે તેમાં પાલનપુરના તિરૂપતિ પ્લાઝા આગળ નવા બસ સ્ટેન્ડની સામે ડિવાઇડર બંધ કરી દેવામાં આવતાં પ્લાઝાના વેપારીઓને તેમજ અહીંથી જામપુરા વિસ્તારમાં પણ જવાતું હોય જામપુરા વિસ્તારના રહીશોને
પણ અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.
આ બાબતે તિરૂપતી પ્લાઝાના વેપારીઓજણાવ્યું હતું કે અવાર નવાર આ બાબતે રજૂઆતો છતાં તેઓના
કોમ્પલેક્ષની આગળ ડિવાઇડર બંધ કરી દેવામાં આવતું હોય
અવરજવરમાં ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. આમ
પાલનપુરમાં તિરૂપતિ પ્લાઝાના વેપારીઓએ ઉપરોક્ત ડીવાઇડર બંધ થવા બાબતે રોષ ઠાલવ્યો હતો. તે ઉપરાંત આ પ્લાઝાની બાજુમાં જ સરકારી પશુઓનું દવાખાનું આવેલું હોય ઈમરજન્સી સમયે કોઇ પશુને અહીં સારવાર માટે લાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે બાબતની ગંભીર નોંધ લઇ જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા ઉપરોક્ત ડિવાઈડર ખુલ્લું કરાવે તેવી આ વિસ્તારના વેપારીઓ તેમજ રહીશોની માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News