થરાદમા વૈભવ કોમ્પલેક્સ આગળ અજાણ્યા ઇસમોએ ખાડો ખોદીને લોકોના જીવ જોખમમાં મુક્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 11:37:44
  • Views : 461
  • Modified Date : 2019-07-19 11:37:44

 થરાદની સિવિલ હોસ્પિટલની સામે આવેલ વૈભવ કોમ્પ્લેક્ષ આગળ તારીખ ૨૨ / ૦૬ / ૨૦૧૯ ના રોજ રાત્રે ૯ વાગે એમ.એચ. ૧૨ એફ.સી. -૬૮૪૭ નંબરની ટ્રક લઈને આવેલા વ્યક્તિઓ દ્વારા રાત્રે  ખાડો ખોદવામા આવેલ. ત્યારબાદ તે લોકો. આટલા દિવસોમાં કેટલીય  વાર અનેક  ગાડીઓ આ ખાડામાં પડી છે.  તેમજ ચોમાસામાં  વરસાદમાં આ ખાડામાં પાણી ભરાય અને કોઇ વ્યક્તિ તેમાં પડે તો કાયમી અપંગતા અથવા મૃત્યુ પણ થઈ શકે તેમ  છે.  આ બાબતે જાગૃત નાગરીક જયપ્રકાશ પી.જોષીએ તારીખ ૦૯/૦૭/૨૦૧૯ ના રોજ થરાદ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે. હવે  એ જોવાનું કે આ અરજીનો ઉકેલ ક્યારે આવશે ?  કે પછી કોઈ વ્યÂક્તના અકસ્માત અથવા મૃત્યુ થવાની રાહ જોવી પડશે.

Download Our B K News Today App



Related News