કોરોના મહામારી વચ્ચે રક્તદાતાઓએ રક્તદાન કરી લોકોના બચાવ્યા જીવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-25 11:57:50
  • Views : 488
  • Modified Date : 2020-04-25 11:57:50

કોરોના વાયરસના વધતા કેસને લઈ લોકોમાં ભય છે. મોટાભાગની હોસ્પિટલ બંધ હોવાથી અત્યારે બનાસ મેડીકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુર મેડીકલ સેવા માટે જિલ્લાવાસીઓ માટે આશાનું કિરણ છે. લોકડાઉન વચ્ચે મોટાભાગની લેબોરેટરી બંધ હોવાથી રક્તની અછત છે. ત્યારે રક્તની તાતી જરૂરિયાતવાળા દર્દીઓને બનાસ મેડીકલ કોલેજમાં સારવાર તો આપવામાં આવે જ છે પરંતુ તેની સાથે રક્તદાતાઓનો સંપર્ક કરી તેઓની મદદ લઈ રક્તની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. દાંતા તાલુકાની બેડા ગામની મહિલાને છ માસે કસુવાવડ થતા તેના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાથી તેના જીવનને ખતરો હતો. જ્યારે દાંતા ગામના યુવાનને અશક્તિ અને ચક્કર આવતા તેને ટ્રોમા સેન્ટરમાં ખસડ્‌યો હતો. જ્યાં તેના શરીરમાં માત્ર ૩ ટકા જ હિમોગ્લોબીન હોવાથી આવા
કપરા સમયમાં બનાસ મેડીકલ કોલેજ દ્વારા રક્તદાતાઓનો
સંપર્ક કરી તેને રક્ત ચડાવી જીવ બચાવાયો હતો. રક્તદાતા
ભુપેન્દ્રભાઈ દવે, હરેશભાઇ ભટોળ, કડીવાલ, કુલદીપભાઈ મોદી તમામે સંકટ સમયે લોકોને રક્ત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.
કોરોના મહામારી વચ્ચે બનાસ મેડીકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુર લોકસેવામાં ૨૪ કલાક કાર્યરત છે. જિલ્લા કલેકટર સંદીપ સાગલે, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. ભરતભાઇ મિસ્ત્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષભાઈ ફેન્સી, કોમ્યુનિટી હેલ્થ  ઓફિસર ડો. ગર્ગ અને બનાસ મેડીકલ કોલેજના નિયામક મંડળના માર્ગદર્શન અને સહયોગથી હોસ્પિટલ અધિક્ષક ડા. સુનીલભાઈ જોશી, કાર્યકારી અધિકારી ડા. જવાહર ચંદાની, આરએમઓ ડો. રેખાબેન કેલા તથા બનાસ મેડિકલ કોલેજના કોરોના નોડલ ઓફિસર કોવિડ-૧૯  ડો. વાસ્તવ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનો તમામ સ્ટાફ પૂરા ખંતથી કામ કરી રહ્યો છે.

Download Our B K News Today App



Related News