થરામાં દબાણો હટાવ્યા સિવાય વિકાસ ગ્રાન્ટ વપરાતા લોકોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 12:11:52
  • Views : 539
  • Modified Date : 2019-09-04 12:11:52

કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા વિસ્તારમાં વિકાસલક્ષી ગ્રાન્ટો
લોકો - વિસ્તારની ઉપયોગીતા કરતાં કેટલાંક કોન્ટ્રાક્ટરોને દબાણકારો મળતીયાઓને સાચવવામાં વપરાઈ રહી
હોવાનો લોકોમાં રોષ જાવા મળે છે. થરા અનુપમ પ્રા.શાળા (નં.ર) ની સામે ઉકરડા
ગંદકીના ઢગ વચ્ચે પીવાના પાણીના બોરને સલામતી માટે સુરક્ષા દિવાલ પાયાવગરની
બનાવી જેની સામે ઉગ્ર ઉહાપો થવા છતાં ભ્રષ્ટ અધિકારીઓની આંખ મિચામણીથી પેટા કોન્ટ્રાક્ટરે દિવાલ બનાવી દીધી ને તેના નાણાં ચૂકવાઈ પણ જશે. તો ગત સોમવાર ગણેશ ચતુર્થીએ થરા પ્રાથમિક શાળા નં-ર અનુપમ પ્રા.શાળાના વર્ષો જુના મુખ્ય દરવાજાની આગળ વિકાસ  કામની ગ્રાન્ટ વાપરવાના નામે આરસીસી તળીયું બની રહ્યુ છે. જ્યાં દબાણોનો રાફડો ફાટ્યો છે. પ્રાથમિક શાળા નં- ર નો દરવાજા બંધ કરી અન્યત્ર ખસેડવાનો વારો આવ્યો છે. આ દરવાજાની બાજુમાં ગામ કુવોને નાવણીયાં - કપડા ધોવાના સ્ટેન્ડ હતા. એ વિશાળ જગ્યા પર દબાણકારોએ મોટો કબજા કરીને તમામ જમીન હડપ કરી લેતાં લોકોમાં ભારે રોષની લાગણી જાવા મળી હતી. તેમાં પાલિકાના ચૂંટાયેલા કોંગ્રેસ ભાજપના સભ્યોની ચૂપકીદીથી રજૂઆત કરતા લોકોની રજૂઆત કંઈ સંભળાઈ નહી ને હવે દબાણકર્તાઓને સલામતી બક્ષવા માટે આ જગ્યાએ વિકાસ ગ્રાન્ટ જે લોકોને વિસ્તારના સારા ઉપયોગ માટે વપરાવવી જાઈએ તે જગ્યાએ વાપરી સરકારના ઉદ્દેશો સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે. દબાણકારોને રક્ષણ આપી વપરાતી ગ્રાન્ટ સામે આ વિસ્તારના લોકોમાં ઉગ્રશેષની લાગણી જાવા મળી છે. ઈન્ચાર્જ ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીને તો સમય જ નથી કે આવા કામોની મુલાકાત લે. થરા પાલિકાના ચૂંટાયેલા સભ્યોની નિષ્ક્રીયતા સામે લોકો કહે છે ચોરના ભાઈ ઘંટી ચોર ફરિયાદ કરવી ક્યાં...પાયા વગરની દિવાલ થઈ ગઈને આ દબાણકારોને રક્ષણ પુરૂ પાડતા આરસીસીનું તળીયું. જીતેલા કોર્પોરેટરને રાજી રાખવા શાળા- વિદ્યાર્થીઓની સુવિધાના નામે બની જશે. ભાજપ કોંગ્રેસ વચ્ચેની મિત્રતામાં લોકો ફરિયાદ કરે પણ ક્યાં રખડતાં ઢોરને ફુટપાથની ગટરો લોકો માટે ત્રાસરૂપ બની છે. તેમજ વિકાસ કામોમાં વ્યાપક ગેરરીતિ સામે તાલુકા જિલ્લા ભાજપના યુવા નેતાઓ રસ લઈ સરકારના ઉદ્દેશ પ્રમાણે વિકાસના નાણા વપરાય જેથી લોકો આવતા સમયથી ચૂંટણીમાં ઉમળકાભેર મતદાન કરે બાકી તો ભલા મોરી રામાને ભલા તારી રામા. સમાચાર પત્રો, ચેનલો પ્રજા, વિસ્તારના પ્રશ્નો ઉકળાટ રજૂ કરે છે. ચૂંટાયેલા નેતાઓ, અધિકારીઓ તેના તરફ ધ્યાન આપે તો પત્રકારોને ધમકી આપવાનો સમય ન આવે.. લોકશાહીમાં પત્રકારત્વ એ ચોથી જાગીર છે.

Download Our B K News Today App



Related News