કોવિડ-૧૯ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી બ.કાં. જિલ્લામાં ૧.૫ લાખ લોકોએ કોરોના રસી મુકાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-23 10:58:50
  • Views : 254
  • Modified Date : 2021-03-23 10:58:50

કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીનું સંક્રમણ અટકાવવા તથા આ કોરોનાને દેશવટો આપવા કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં કલેકટર  આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન પ્રમાણે રસીકરણનું કાર્ય સુચારૂ રીતે થઇ રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી ૧.૫ લાખ લોકોએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી સુરક્ષા સુનિશ્ચિત કરી છે. કોરોના સામેની આ લડાઇમાં જિલ્લાના પ્રજાજનો જવાબદાર નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી રહ્યાં છે. જિલ્લા
વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ૬૦ વર્ષથી વધુ વયના ૯૧,૬૫૮ વરિષ્ઠં નાગરિકો અને ૪૫ ની ઉંમર વટાવેલા ૧૩,૩૩૭ નાગરિકોએ કોરોનાની રસી મુકાવી હતી.  
બનાસકાંઠા જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીકરણના પ્રથમ તબક્કામાં કોરોના વોરીયર્સને રસી
આપવાનું આયોજન હતું. જેમાં ૧૯,૯૫૫ ના લક્ષ્યાંંક સામે ૧૯,૩૦૪ કોરોના વોરીયર્સને એટલે કે ૯૬.૭૪ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. બીજા તબક્કામાં ૩૩,૩૫૭ લક્ષ્યાંક સામે ૨૫,૨૪૬ લોકોને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. કોવિડ-૧૯ના વાયરસના સંક્રમણનું સૌથી વધુ જાેખમ છે એવા વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી એટલે કે ગંભીર રોગો ધરાવતા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સામાજીક, ધાર્મિક અગ્રણીઓના સહયોગથી પ્રજાજનોમાં કોરોના પ્રતિરોધક રસી અંગે જાગૃતિ લાવી રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
જિલ્લામાં રસીકરણ ઝુંબેશ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોએ મોટા પ્રમાણમાં રસી લઈ રસી સુરક્ષિત અને સલામત હોવાનો સંદેશ આપ્યો છે. ખુબ જ ટૂંકા ગાળામાં મહત્તમ લોકો રસી લેવા માટે પ્રેરાયા છે ત્યારે રસી લેવાની બાકી હોય તેવા નાગરિકો પણ કોરોના પ્રતિરોધક રસી લઈ
પોતાના પરિવાર અને સમાજ અને રાષ્ટ્રને કોરોના વાયરસથી સુરક્ષા પ્રદાન કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા
અપીલ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News