વડગામથી ખેરાલુ જવાના માર્ગ ઉપર ખાડા પડતાં લોકો ત્રાહિમામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-03 11:32:01
  • Views : 462
  • Modified Date : 2019-09-03 11:32:01

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે વડગામથી ખેરાલુ તરફ જવાનો મુખ્ય માર્ગ જ કેટલાંય સમયથી બિસ્માર બની જતા લોકો તોબા પોકારી ઊઠયા છે.  વડગામ  વિ.જે.પટેલ  હાઇસ્કૂલથી સરકારી દવાખાને થઇને ખેરાલુ જવાના માર્ગ ઉપર ભોજકવાડી નજીક રોડ વચ્ચે ઘણાં સમયથી ખાડા પડી ગયા છે. તેમજ વિ.જે.પટેલ હાઇસ્કૂલ પાસે પણ રોડ તુટી જવા પામ્યો છે. જેના કારણે રોડ ઉપરથી પસાર થઈ રહેલા અનેક વાહનચાલકો અને લોકોને ભારે હાલાકી ઓ વેઠવી પડે છે. વાહનો ખાડામા પટકાતા હોવાથી વાહન ચાલકોને આર્થિક  નુકસાન વેઠવાનો વારો આવે છે. તુટેલા રોડ વચ્ચે પાણી ભરાઇ રહેતુ હોવાથી  મચ્છરોનો પણ ઉપદ્રવ વધતો રહ્યો છે જેના કારણે આસપાસ દુકાનો ધરાવતા દુકાનદારોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થવા પામ્યો છે. અને રોગચાળો ફાટી નિકળવાની દહેશત લોકોને સતાવી રહી છે. હવે અંબાજી ભાદરવી પૂનમના મહામેળાની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ રોડ પરથી પાટણ, સિધ્ધપુર, મહેસાણા, ઉંઝા, અમદાવાદ, સહિતના પદયાત્રીઓ હજારોની સંખ્યામાં આ રોડ પરથી પસાર થશે ત્યારે માર્ગ અને મકાન વિભાગના સત્તાધીશોની આળસના અભાવે પદયાત્રીઓને પણ ઠોકરો ખાવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. બનાસકાંઠા કલેકટર દ્વારા સત્વરે માર્ગ મકાનના સત્તાધીશોની આળસને ખંખેરીને અંબાજી મહાકુંભ મેળા પહેલાં રોડ વચ્ચે પડેલા ખાડા ઓ પુરાવીને રોડનું  સમારકામ કરાવાય તેવી તાલુકાની જનતા સાથે વાહન ચાલકોમાંથી પણ માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News