આગામી ત્રણ દિવસ કાતિલ ઠંડી પડવાની સંભાવના બનાસકાંઠા જિલ્લામાં રેકોર્ડબ્રેક ઠંડી ઃ લોકો થથર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 10:43:10
  • Views : 410
  • Modified Date : 2020-12-29 10:43:10

કોરોનાકાળ વચ્ચે હાલ ગુજરાતમાં કાતિલ ઠંડીને લઇને  ચમકારો જાેવા મળી રહ્યો છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભયંકર ઠંડી જાેવા મળતાં તાપમાન ૮ ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયા ખાતે ૪ ડિગ્રી નોંધાયું છે. જેમાં ડીસામાં પણ રેકોર્ડ બ્રેક ઠંડી ૬.૭ ડિગ્રી નોંધાતા શહેરવાસીઓ ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા. જાે કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ૭૨ કલાક હાડ થીજવતી ઠંડી પડે તેવી સંભાવના છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે.  ઉત્તર ગુજરાતનું તાપમાન ૮ ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે અનેક શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી નીચે નોંધાયું છે. જ્યારે સૌથી ઓછુ તાપમાન નલિયા ખાતે ૪ ડિગ્રી નોંધાયું છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૭૨ કલાક હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં આગામી ૪૮ કલાક રાજ્યના તાપમાનમાં ઘટાડો જાેવા મળી શકે છે. ઉત્તર ભારતમાં પડેલી હિમવર્ષના પગલે રાજ્યમાં આગામી ૭૨ કલાક સુધી હાડ થીજવતી ઠંડી
પડવાની શક્યતા છે. આમ રાજ્યમાં  આગામી ત્રણ દિવસ કાતિલ ઠંડીનો ચમકારો જાેવા મળી શકે છે.

Download Our B K News Today App



Related News