આબુમાં ન્યૂનત્તમ તાપમાન બે ડિગ્રી ઃ લોકો ઠંડીથી ધ્રુજયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-21 11:49:37
  • Views : 344
  • Modified Date : 2020-11-21 11:49:37

ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં ઠંડીના પારામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં શુક્રવારે લઘુતમ તાપમાન સતત બીજા દિવસે ૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન ૨૧ ડિગ્રી નોંધાયું છે. આવી સ્થિતિમાં અચાનક ઠંડીને કારણે લોકો ધ્રુજી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની અસર સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં જોવા મળી રહી છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુનું તાપમાન છેલ્લા બે દિવસથી ૨ ડિગ્રી રહ્યું છે. તાપમાનમાં ઘટાડો થવાને કારણે લોકોની દિનચર્યામાં નોંધપાત્ર અસર થઈ છે. લોકો મોડેથી કામ કરવા લાગ્યા છે. તેમજ લોકો ગરમ કપડાંમાં જોવા મળે છે. તેમજ ઠેરઠેર તાપણા સળગાવીને ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.  જ્યાં ગુરુવારે જિલ્લામાં મહત્તમ તાપમાન ૨૩ ડિગ્રી હતું.  શુક્રવારે તે ૨૧ ડીગ્રી સુધી પહોંચી ગયું છે. માઉન્ટ આબુની મુલાકાત લેનારા
પર્યટકો ચા અને અન્ય ગરમ
પીણા પીને ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને આ મોસમનો જોરશોરથી આનંદ લઇ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં શિયાળો બરાબર જામશે.

Download Our B K News Today App



Related News