ખેડૂતો માટે હજુ વધુ પેકેજની માંગ કરતાં પ્રવિણ રામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 13:04:07
  • Views : 452
  • Modified Date : 2019-11-15 13:04:07


કમોસમી વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ ગયો છે ત્યારે સરકાર દ્વારા ૭૦૦ કરોડની જાહેરાત કરવામાં આવી છે. આંદોલનકારી પ્રવિણ રામની આગેવાનીમાં ૧૧ તારીખે  કેશોદ ખાતે વિશાળ કિસાન વેદના રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી પૂર્ણ થયા બાદ મામલતદાર મારફત આવેદન મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યું હતું . આ આવેદનમાં વિશેષ પેકેજની અને જેમણે પ્રીમિયમ ના ભરેલું હોય એવા ખેડૂતોને પણ ન્યાય આપવાની  જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે ૭૦૦ કરોડ જેટલું વિશેષ પેકેજ જાહેર થતાં આંદોલનકારી પ્રવિણ રામે આ પેકેજને આવકારતા આ પેકેજ પર્યાપ્ત ના હોવાની વાત કરી છે. પ્રવિણ રામે ખેડૂતો માટે હજુ વધુ પેકેજની જાહેરાત કરવા તેમજ વીમા કંપનીઓ પાસેથી પૂરેપૂરો પાકવીમો અપાવવા સરકાર પાસે માંગ કરી છે.


Download Our B K News Today App



Related News