ધાનેરાની સરકારી હોસ્પટલના ક્વાટર્સની દિવાલો ન હોવાથી લોકો જાય છે કુદરતી હાજતે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-18 12:36:00
  • Views : 437
  • Modified Date : 2019-09-18 12:36:00

ધાનેરા તાલુકામાં પૂરના કારણે લોકોને ભારે નુકસાન થવા પામ્યુ હતુ. અને તેની સાથે સાથે સરકારી મિલકતોને ભારે નુકસાન થયુ. જેમાં સરકારી હોÂસ્પટલના ક્વાટર્સની દિવાલો, શૌચાલયો, વગેરે પણ પુરમાં તુટી જવા પામ્યા હતા. આ પૂરને બે-બે વર્ષ વીતી જવા છતાં સરકારી હોસ્પિટલના ક્વાટર્સની દિવાલો ખંડેર સમાન ભાસી રહી છે. તેને હટાવવામાં કે નવી બનાવવામાં પણ આવી નથી જેના કારણે હોÂસ્પટલના ક્વાટર્સના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધાનેરાની સરકારી હોÂસ્પટલના ક્વાટર્સમાં પૂરના કારણે પાછળની બાજુ દિવાલો ધરાશાયી થવા પામી હતી. આ સરકારી હોÂસ્પટલના ક્વાટર્સની દિવાલો પડી જવાના કારણે સરકારી હોÂસ્પટલના ક્વાટર્સ ખુલ્લા મેદાન જેવુ બની ગયુ છે. જેના કારણે રાત્રીના સમયે આ સરકારી હોÂસ્પટલના ક્વાટર્સ દારૂડીયાઓને અડ્ડો બની ગયો છે ત્યારે બાજુમાં સ્લમ વિસ્તાર વાળાઓ રાત્રીના સમયે સૌચક્રીયા પણ આ સરકારી હોÂસ્પટલના ક્વાટર્સના કંપાઉન્ડમાં કરતાં હોવાથી લોકોને રહેવુ પણ મુશ્કેલ બન્યુ છે.

Download Our B K News Today App



Related News