બેફિકર ઃ રવિવારે માસ્કની રજા ઃ ડીસામાં માસ્ક વગર લોકો ફરતા નજરે પડ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-27 11:13:38
  • Views : 484
  • Modified Date : 2020-07-27 11:13:38

કોરોના વાયરસની ભયંકર મહામારી ચાલી રહી હોવા છતાં ડીસા શહેરમાં લોકો સરકારની ગાઇડ લાઇનનો ભંગ સરેઆમ કરતા નજરે પડી રહ્યા છે. હાલમાં જે રીતે લોકો ફરી રહ્યા છે તેને જોતા આગામી સમયમાં હજુપણ કોરોના વાયરસની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ અત્યારે તેના પીક ઉપર છે. જિલ્લામાંથી દરરોજ લગભગ ૫૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે  આવી રહ્યા છે. જિલ્લામાં જે રીતે કોરોનાનું  સંક્રમણ ફેલાઈ રહ્યું છે. તે ખૂબ જ ગંભીર બાબત છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ બનાસકાંઠા જિલ્લામાં પૂર્ણ સંક્રમણ અટકાવવા માટેના પગલા લેવામાં આવી રહ્યા છે. લોકોમાં કોરોનાને લઇ જાગૃતિ આવે તે માટે કોરોનાવાયરસના ભયથી લોકોને અવગત કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના ડીસા, પાલનપુર અને ધાનેરા જેવા શહેરોમાં તો સાંજે ચાર વાગ્યા બાદ ધંધા-રોજગાર બંધ કરી દેવામાં આવે છે. અને કરફ્યુ જેવો માહોલ સર્જાય છે.પરંતુ કોરોનાવાયરસ લઈને આટલી જાગૃતિ હોવા છતાં હજુ પણ શહેરી વિસ્તારના લોકો ગંભીર નથી જણાઈ રહ્યા.  ડીસા શહેરમાં લોકો સરકારની ગાઇડ લાઇનનો ભંગ સરેઆમ કરતા નજરે પડી રહ્યા છે. કોરોનાવાયરસથી બચવા માટે સરકાર દ્વારા એક ખાસ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે.સરકાર ની ગાઈડલાઈન મુજબ મોઢા પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. પરંતુ ડીસા શહેરમાં સરકારની આ ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ થતો નજરે પડી રહ્યો છે. શહેરના લોકોમાં જાણે કોરોનાનો કોઈ જ ભય ના હોય તેમ મુખ્ય બજારમાં માસ્ક વગર ફરતા નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ કરતા લોકો નજરે પડી રહ્યા છે.   લોકોની આ બેદરકારી આગામી સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News