ડીસામાં વહીવટ તંત્ર દ્વારા સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવા ભારે મહેનત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-23 11:15:25
  • Views : 779
  • Modified Date : 2020-05-23 11:15:25

ડીસા ધારાસભ્ય શશીકાન્ત પંડયા, ડીસા નગરપાલિકાના ઈન્ચાર્જ પ્રમુખ કાન્તીલાલ સોની અને ડીસા શહેરમાં પ્રાંત, શહેર મામલતદાર, તાલુકા મામલતદાર, ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાની ટીમ અને શહેરની ઉત્તર અને દક્ષિણ પોલીસના પી.આઈ. તેમજ તેમનો સ્ટાફ સતત શહેરની જનતાને સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવા મહેનત કરે છે. પરંતુ પ્રજા સાથ સહકાર આપવાની જગ્યાએ જ્યારે અધિકારીઓ સ્થળ ઉપર આવે ત્યારે કાયદાનું પાલન કરે અને અધિકારીઓની નિકળી જતાની સાથે પાછા કાયદાનો ભંગ કરે છે. અત્યારે લોકો ભુલી ગયા છે કે ૧૪૪ ની કલમ અને સોશિયલ ડિસ્ટન્સના કાયદાનું ફરજિયાત પણે પાલન કરવાનું છે. ડીસા શહેરના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી સરકારની ગાઈડ લાઈન મુજબ દુકાનદારોને એકી-બૈકી સંખ્યામાં ખુલ્લી રાખવા માટે ખુદ દરેક દુકાને દુકાને તેમની ટીમ સાથે ફરી ફરીને લોકોને સમજાવે છે. પરંતુ કેટલાંક લોકો સમજવાના બદલે દલીલો કરે છે. તેમને એ સમજ નથી કે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે કર્મચારીઓનો મોટો જથ્થો છે. ચીફ ઓફિસર ધારે તો કર્મચારીઓ દ્વારા કામ લઈ શકે છે પરંતુ કોરોનાની ગંભીરતાને લઈ તેમણે જાતે જ આ કામગીરી કરે છે. તેજ રીતે ઉત્તર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.યુ. ચૌહાણ પણ આ જ રીતે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવું અને સોશિયલ ડિસ્ટન્સ માટે સતત મહેનત કરતા હોય છે. એજ રીતે ડીસા શહેરની મુખ્ય સ્ટેટ બેંક આગળ સ્ટેટ બેંકના ગનમેન સતત બેંકના ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું કહેતા હોય છે. પરંતુ હજુ પણ પ્રજા સમજદારીથી કામ લેતી નથી. 


Download Our B K News Today App



Related News