ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર બંધ લોકો ચાલતા નજરે પડયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-25 11:43:08
  • Views : 712
  • Modified Date : 2020-03-25 11:43:08

કોરોનાને લઇને રાજસ્થાન સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવતા રાજસ્થાન પોલીસ દ્વારા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ ગુજરાતથી રાજસ્થાન તરફ જતા કાચા માર્ગો પણ ખોદી દેવામાં આવ્યા છે. જેના કારણે ગુજરાત તરફથી આવતા એક પણ વાહનને રાજસ્થાનમાં પ્રવેશ કરવાના દેવાતા લોકો દૂર ઉતરીને ગુજરાત રાજસ્થાનની બોર્ડર
ઉપર ચાલતા નજરે પડયા હતા. ત્યારે કેટલાંક લોકો ખેતરોમાં થઇને રાજસ્થાન તરફ જઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ ગુજરાતની બોર્ડરો ઉપર કોઇ ન હોવાથી રાજસ્થાન તરફથી મોટા પ્રમાણમાં વાહનો ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે. રાજસ્થાન પોલીસ પણ ગુજરાત તરફ જતા લોકોને જરાય અટકાવતી નથી. તો આ બાબતે ગુજરાત પોલીસ દ્વારા પણ આવા લોકોને આવતા અટકાવવા માટે પગલાં લેવા જરૂરી છે.

Download Our B K News Today App



Related News