હિંગળાજ માતાજીના મંદિર ધનકવાડા ભાતીગળ લોકમેળો ભરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 11:18:16
  • Views : 671
  • Modified Date : 2019-11-13 11:18:16

વર્ષોની પરંપરા મુજબ દિયોદાના ધનકવાડા ગામે માં હિંગળાજનો મહામેળો યોજયો હતો.  મંદિર સંચાલકો દ્વારા માઇ ભક્તોને દર્શનમાં ક્યાંય તકલીફ ન પડે અને મેળા ગાઉન્ડમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે સ્વંયમ સેવકોએ ખડે પગે સેવાઓ આપી હતી.
નાસ્તા સ્ટોલો રમકડાં, સ્ટેલો કટલરી તેમજ રાઇડ્‌સો તેમજ ચકડોળોનો યુવાન, વડીલો અને બાળકોએ મજા માણી હતી.  શેરડી માટે આ મેળો પ્રખ્યાત છે. ત્યારે લોકોએ શેરડીના ભારે ભારા ખરીદ કરી ઘરે લઈ ગયા હતા.  મંદિર  વહીવટી મંડળ મેળા માટે
સંપૂર્ણપણે શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થયો હોવાનું જણાવ્યું હતું.  પૂર્ણિમાના દિવસે મેળામાં હજારો  માઇ ભકતોએે માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. ટ્રસ્ટી મંડળના પ્રમુખ નેપાળી બાપુ, મફતસિંહ વાઘેલા મેજિનગ ટ્રસ્ટી, લક્ષ્મણસિંહ વાઘેલા ટ્રસ્ટી, દાનભાઈ ઠાકોર, બળવંતસિંહ વાઘેલા, ઉકજી વાઘેલા, ઈશ્વરભાઈ પટેલ, ત્રિકમભાઈ પટેલ, મહેન્દ્રસિંહ વાઘેલા, ભગવતસિંહ, મંત્રી ભયરામભાઈ, દલાભાઈ પૂજારી સહિત ટ્રસ્ટીઓએ મેળા દરમિયાન ખડે પગે હાજરી આપી મેળામાં શાંતિથી પૂર્ણ થાય તે માટે ચાંપતી નજર  રાખી હતી.


Download Our B K News Today App



Related News