શું ગામડાના લોકોને કોરોના નહીં થાય ? અમીરગઢમાં દેવ ડુંગરપુરીનો લોકમેળો ભરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-06 11:00:51
  • Views : 361
  • Modified Date : 2021-04-06 11:00:51

બનાસકાંઠા જિલ્લાના છેવાડાના અંતરિયાળ અને મોટેભાગે આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકાના અમીરગઢ ગામે દર વરસની જેમ આ વરસે પણ દેવ
ડુંગરપુરી મહારાજના પ્રાંગણમાં લોકમેળો ભરાયો હતો.
આજથી સો વર્ષ પૂર્વે ફાગણવદ પાંચમના દિવસે એ વખતના રોહ અને આજના અમીરગઢ  ગામમાં દેવશ્રી ડુંગરપુરી મહારાજે જીવિત સમાધિ લીધેલ હોઇ હિંદુ ધર્મના તમામ સમુદાયો ગુજરાત અને રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં ડુંગરા પરમેશ્વરના દર્શન માટે ઉમટી પડે છે તેમજ દેવ  
ડુંગરપુરીના દર્શન કરી ધન્યતા અનુભવે છે,પરંતુ કોરોના મહામારીના આવા કપરાં સમયમાં રાજ્યો સહિત સમગ્ર દેશમાં કોરોના દર્દીઓના  
આંકડા સતત વધી રહ્યા છે અને બાબતે  સરકાર પણ ગંભીરતા દાખવી રહી છે. અને માસ્ક ફરજિયાત કરાવ્યો છે છતા પણ આ દેવ ડુંગરપુરીના ભરાયેલા લોકમેળામા મોટાભાગના લોકો માસ્ક વિના નજરે પડ્યા હતા અને ખૂલ્લેઆમ સોસિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા બિંદાસ મેળાની મોજ માણી રહ્યા હતા. ત્યારે આવા બિનકાળજી દાખવતા લોકોને કાયદાનું ભાન કોઈ કરાવશે ખરું ?

Download Our B K News Today App



Related News