ધુણસોલથી ગેળા સુધી ડબલ રોડ બનાવવા લોકમાંગ ઉઠી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-10 11:48:03
  • Views : 467
  • Modified Date : 2020-10-10 11:48:03

બનાસકાંઠા જિલ્લાના લાખણી ગામને તાલુકો મથક બન્યાને સમય વીતી ગયા બાદ લાખણી તાલુકા મથકને જોડતાં હાઇવે રોડ તેમજ અન્ય લાખણીથી જસરા, લાખણીથી કાતરવા હાઇવે અને લાખણીથી ગેળા ગામ સુધી ડબલ રોડ ઘણી રજૂઆતો બાદ બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ ડબલ
પટ્ટી રોડ બનાવવામાં ભારે ગેરરીતિ આચરી હોવાનું અત્યારે આ ખાડા-ખાડિયા વાળા રોડ પરથી જણાઈ આવે છે. તેમજ ધુણસોલ ચોકડીથી લાલપુર ગેળા સુધીનો
સિંગલપટ્ટી રોડ છે અને આ સિંગલ પેટ્ટી રોડ પણ તૂટેલી હાલતમાં છે.
જેથી આ રોડ પર અવર-જવર કરતા વાહનચાલકો, રાહદારીઓ, પશુપાલકો તેમજ ધંધાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેથી ધુણસોલથી ગેળા સુધી ડબલ રોડ બનાવવા લોકમાંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News