નાના કાપરા ગામે લોકડાયરામાં રૂપિયાનો વરસાદ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-20 12:59:46
  • Views : 665
  • Modified Date : 2019-05-20 12:59:46

ગુજરાતની લોકગાયિકા  કચ્છની કોયલ ગીતાબેન રબારીના લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ ના થાય તેવું બને નહીં. દેશ વિદેશમાં અનેક સ્ટેજ પોગ્રામ કરનાર ગીતાબેન રબારી પર ડોલરનો પણ વરસાદ વરસ્યો છે. ત્યારે ગતરોજ લાખણી તાલુકાના નાનાકાપરા ગામ આવેલ બ્રહ્મલીન મહંત શ્રી રઘુનાથપુરી બાપુના આશ્રમમાં યોજાયેલા મહાયજ્ઞ સંત સંમેલન અને ભંડારાના કાર્યક્રમમાં ગીતાબેન રબારીના લોકડાયરાનું આયોજન થયું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાગણે મોડી રાત સુધી ગીતાબેન રબારીના સુરમધુર અવાજના લોક સંગીતના ગીતો સાંભળ્યા હતા. ત્યારે ઉપસ્થિત જનમેદનીમાંથી રૂપિયાનો વરસાદ થયો હતો. આ બાબતે પૂજ્ય રઘુનાથ પુરી બાપુના શિષ્ય કુંરશીભાઈ ભુવાજીએ જણાવ્યું કે લોક ડાયરામાં આવેલા તમામરૂપિયા ગાયોના ઘાસચારા માટે ઉપયોગમાં લેવામાં આવશે. જેને લઇ લોકોના ઉત્સાહના પગલે ગીતાબેન રબારી પર રૂપિયાનો વરસાદ વરસ્યો હતો. 


Download Our B K News Today App



Related News