ધાનેરામાં લોકોએ ઉડાવ્યા લોકડાઉનના ધજીયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-21 11:41:41
  • Views : 486
  • Modified Date : 2020-04-21 11:41:41

સરકાર દ્વારા ૩ મે સુધી લોકડાઉન આપવામાં આવેલ છે અને જેમાં સરકાર દ્વારા ૨૦ એપ્રિલથી થોડી છુટછાટ
આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ બાબતે કોઇ જાહેરનામુ બહાર પાડવામાં આવેલ ન હોવા છતાં ધાનેરામાં સોમવારે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્‌યા હતા.
તે સાથે જીવન જરૂરીયાતની વસ્તુઓ સિવાયની અન્ય કાપડ, કટલરી, વાસણ તેમજ અન્ય દુકાનો પણ ખોલી દેવામાં આવી હતી અને લોકો જાણે લોકડાઉન ન હોય તેવા માહોલ વચ્ચે ફરતા જોવા મળ્યા હતા. જે બાબતે નગરપાલિકા દ્વારા પણ આંખ આડા કાન કર્યા હોવાનું જોવા મળ્યુ હતુ. જો આવો જ માહોલ રહેવા પામ્યો તો કોરોનાથી ધાનેરા તાલુકો પણ બચી શકે તેમ નથી.  

Download Our B K News Today App



Related News