બનાસકાંઠાના વડગામમાં લોકડાઉનના ધજીયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-08 11:09:13
  • Views : 620
  • Modified Date : 2020-04-08 11:09:13

 વડગામમાં આવેલી બૅન્ક ઓફ બરોડા આગળ અને બજારમાં લોકડાઉનના ધજીયા ઉડતા જોવા મળ્યા હતા. ત્યારે બીજી બાજુ બજાર ભીડ જમા ન થાય તેથી ૫૦૦ થી વધુ ગરીબ લોકોને છેલ્લા ૧૪ દિવસથી વડગામ સરપંચે  જમવાની વ્યવસ્થા કરી છે.
તાલુકા મથક વડગામમાં મંગળવારે લોકડાઉનના ધજિયા ઉડતા જોવા મળ્યા હતા. ગામમાં આવેલી બેંક ઓફ બરોડામાં રૂપિયા ઉપાડવા એકાએક લોકોની ભીડ થઈ જતા બેંક દ્વારા  પી.એસ.આઇ સહિત પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસે લોકોને જુદા પાડી ડિસ્ટન્સ રાખી બેંકમાં જવા માટેની વ્યવસ્થા કરી હતી. ત્યારે બજારમાં પણ લોકો પોતાના વાહનો લઈ આડેધડ મૂકી ડિસ્ટન્સ રાખ્યા વિના ખરીદી કરી રહ્યા છે. જેને લઈ વડગામ બજારના દુકાનદારો  મામલતદારમાંથી ખોટે ખોટા
પાસ મેળવી દુકાનો ખુલ્લી રાખી બેદરકારી દાખવી રહ્યા છે. ત્યારે બજારમાં ફરતા વાહનોના માલીકો જોડે મામલતદારમાંથી ખોટે ખોટા
પાસ મેળવી બજારમાં લટાર મળતા લોકો જોવા મળી રહ્યા છે. ત્યારે વડગામ બજારમાં વધારે ભીડ ભેગી ના થાય અને લોકો બહાર ન નીકળે તે માટે વડગામની ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા છેલ્લા ૧૪ દિવસથી ગામના ૫૦૦ થી વધુ ગરીબ લોકોને તેમના ઘરે  જમવાનું મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News