ઈતિહાસનું સૌથી મોટુ ૨૧ દિવસ લોકડાઉન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-25 11:24:20
  • Views : 471
  • Modified Date : 2020-03-25 11:24:20

ભાઈઓ ઔર બહેનો.. થી શરૂ થયેલું સંબોધનને સૌને  ચૌકાવી નાંખ્યા

અફવાઓમાં આવવુ નહીં, ઘરમાં જ રહેવું, બીજાે કોઈ વિકલ્પ નથી.

ભારતમાં કોરોના વાયરસના વધતા જતાં કેસોને ધ્યાનમાં લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાત્રે આઠ વાગે ફરી એકવાર દેશને સંબોધન કર્યું હતું. સાથે સાથે જનતા કર્ફ્યુની સફળતા માટે દેશનો આભાર માન્યો હતો. લોકડાઉનની લાપરવાહીથી નારાજ થયેલા વડાપ્રધાને આજે દેશને બચાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, દરેક ભારતીય સંકટની આ ઘડીમાં સરકારના સ્થાનિક વહીવટીતંત્રના નિર્દેશોનું પાલન કરશે. ૨૧ દિવસના લોકડાઉનનો સમય રાખવામાં આવ્યો છે પરંતુ આપના જીવનની સુરક્ષા માટે, પરિવારની સુરક્ષા માટે આ ખુબ મહત્વની બાબત હોવાની વાત મોદીએ કરી હતી. મોદીએ ચેતવણી આપતા કહ્યું હતું કે, આ બિમારીના લક્ષણો દરમિયાન તબીબોની સલાહ વગર કોઇપણ દવા લેવામાં ન આવે, કોઇપણ પ્રકારની રમત જીવનને વધારે ખતરામાં મુકી શકે છે. તમામ લોકોને અફવા તરફ ધ્યાન નહીં આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં હેલ્થકેર જ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જાઇએ. રાજ્ય સરકારોને પણ આ સંદર્ભમાં તેઓએ ખાસ સૂચના આપી છે. માત્ર આરોગ્ય સેવાઓ જ અત્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત છે. દરેક વ્યÂક્ત, પરિવારને બચાવવાની કેન્દ્ર, રાજ્ય અને વહીવટીતંત્રની જવાબદારી આવી ગઈ છે. ભારત આજે એ તબક્કા પર છે જ્યાં અમારા આજના પગલા નક્કી કરશે કે આ મોટી આફતના પ્રભાવને અમે કેટલા હદ સુધી ઓછી કરી શકીએ છીએ. આ લોકડાઉનની એક આર્થિક કિંમત દેશને ચુકવવી પડશે પરંતુ એક-એક ભારતીયના જીવનને
બચાવવાની જવાબદારી આવી ગઈ છે. હાલમાં જે લોકો જ્યાં રોકાયેલા છે ત્યાં જ રોકાઈ રહેવાની જરૂર છે. દેશમાં આ લોકડાઉનનો ગાળો ૨૧
દિવસનો રહેશે. મોદીએ કહ્યું હતું કે, લોકડાઉનનો આ નિર્ણય તેમના માટે અને આવનાર પેઢી માટે છે. કારણ કે, જા અમે ૨૧ દિવસના લોકડાઉનનું પાલન નહીં કરીએ તો અમે ૨૧ વર્ષ પાછળ જતાં રહીશું. દેશવાસીઓને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે, હાલમાં બહાર નિકળવાનું લોકોને ભુલી જવાની જરૂર છે. દેશને બચાવવા માટે આવા કઠોર નિર્ણય લેવાની જરૂર છે. મોદીએ કહ્યું હતું કે, ૨૧ દિવસના ગાળા દરમિયાન કોઇપણ વ્યÂક્ત રોડ પર નિકળવી જાઇએ નહીં. મોદીએ કહ્યું હતું કે, ઘરની બહાર પડનાર એક પગલું ખુબ ખતરનાક સાબિત થઇ શકે છે. બિમારીના લક્ષણ દરમિયાન પણ સાવચેતી રાખવાની જરૂર છે. કોઇપણ અફવા અને અંધવિશ્વાસથી પણ બચવાની જરૂર છે. હેલ્થકેર સર્વોચ્ચ પ્રાથમિકતા રહે તે જરૂરી છે. સોસાયટી, મોહલ્લા, માર્ગો અને જાહેર સ્થળોને સેનિટાઈઝ કરવા માટે કામમાં લાગેલા છે તેમના માટે પ્રાર્થના કરવાની જરૂર છે. તબીબો, પેરામેડિકલ સ્ટાફના લોકો એક-એક વ્યÂક્તને બચાવવામાં લાગેલા છે. અમારી સામે આજ એક માર્ગ છે. બીજા વિકલ્પ રહેલા નથી. અન્ય કોઇ વિકલ્પ નહીં હોવાની વાત તેઓએ કરી હતી. મોદીએ આંકડાની વાત કરતા કહ્યું હતું કે, પહેલા એક લાખ લોકોને અસરગ્રસ્ત થવામાં ૬૭ દિવસ લાગ્યા હતા. ત્યારબાદ બે લાખ સુધી પહોંચવામાં ૧૧ દિવસ લાગ્યા હતા. બે લાખ લોકોથી ત્રણ લાખ સુધી આ બિમારી પહોંચવામાં માત્ર ચાર દિવસનો સમયગાળો લાગ્યો છે.

Download Our B K News Today App



Related News