પાટણ ખાતે રૂપિયા ૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ હોસ્ટેલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-24 11:41:22
  • Views : 440
  • Modified Date : 2019-06-24 11:41:22

ગુજરાત સરકાર દ્વારા દરવર્ષે ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવે છે. જેનાથી ખેલક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રામાં નામના મેળવી છે.
પાટણ જિલ્લા મથક ખાતે ખેલાડીઓને રમતક્ષેત્રે અનેક સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રૂપિયા ૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ હોસ્ટેલનો
લોકાર્પણ કાર્યક્રમ રાજય સરકારના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સહકાર રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઇશ્વરભાઇ
પટેલ ઉપસ્થિત રહ્યા  હતા.
રાજય સરકાર દ્વારા પાટણ જિલ્લાને ૬ કરોડના ખર્ચે પાટણ રમત સંકુલમાં સ્પોર્ટસ હોસ્ટેલનું અધતન સુવિધા યુક્ત ભવન ૨૨૫ બેડની ક્ષમતા, સ્વીમીંગપૂલ, મડી એથ્લેટિક ટ્રેક, મલ્ટીપર્પઝ હોલ, બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ, વોલીબોલ કોર્ટ, ખો-ખોના મેદાન, ફૂટબોલ ગ્રાઉન્ડતેમજ ફાયરની અધતન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા ખેલમહાકુંભને ખુબજ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેનાથી યુવાનોએદેશ, વિદેશમાં ખેલક્ષેત્રે નામના રોશન કરે છે. બાળકોમાં રહેલ સુશુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે રમતક્ષેત્રેનો ઉમદા ફાળો હોય છે. પાટણ જિલ્લામાં સ્પોર્ટસ હોસ્ટેલ ઉપલબ્ધ બનતાં ખેલાડીઓને રહેવા અને જમવાની સગવડ મળી રહેશે. અને તાલીમ પણ મેળવી શકશે. છેવાડાના વિદ્યાર્થીઓ પણ સ્ટોર્ટસ ક્ષેત્રે જોડાઇ પોતાનું કૌશલ્ય બતાવી પાટણ જિલ્લાનું રમતક્ષેત્રે નામ રોશન કરશે સમી તાલુકા ખાતે પણ ૪ કરોડના ખર્ચે સ્પોર્ટસ સેન્ટર મંજુર કરવામાં આવેલ છે. પાટણ જિલ્લાની આદર્શ હાઇસ્કૂલ ખાતે ડી.એલ.એસ.એસ. સેન્ટર આપવામાં આવે છે. જયાં બાળકોને તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે. પાટણ જિલ્લા મથકે સમરસ છાત્રાલયની સંપૂર્ણ સુવિધાવાળું ભવન બનાવવામાં આવશે. જેનાથી આર્થિક પછાત વિદ્યાર્થીઓને છાત્રાલય લાભ ઉપલબ્ધ બનશે તાત્કાલિક મુખ્યમંત્રીનો મંત્ર રમશે ગુજરાત, ખેલશે ગુજરાત જીતશે ગુજરાત તે રીતે રમશે પાટણ, ખેલશે પાટણ જીતશે પાટણના મંત્રને સૌ સાથે મળી  સાર્થક બનાવીએ.
આ પ્રસંગે સહકાર રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું હતું કે, યુવાધનમાં રમતક્ષેત્રે છુપાયેલ પ્રતિભાને વિકસીત કરવાનું કામ રાજય સરકાર કરી રહી છે. દર વર્ષે ખેલમહાકુંભનું આયોજન કરી દેશ તેમજ વિદેશમાં ખેલકુદ ક્ષેત્રે ગુજરાતને પણ અનોખી સિધ્ધીઓ પ્રાપ્ત કરી છે. રમત ગમતથી શારીરિક આરોગ્ય જળવાય છે. દર વર્ષે ગુજરાતમાં રમતવીરોમાં વધારો થઇ રહ્યો છે. જે ખેલમહાકુંભની દેણ છે. પાટણ જિલ્લો પણ ખેલક્ષેત્રે ખુબજ પ્રગતી કરે અને દેશમાં નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી.
આ કાર્યક્રમમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ  ડી.ડી.કાપડીયાએ સ્વાગત પ્રવચન કરી સ્પોર્ટસ હોસ્ટેલની રૂપરેખા રજુ કરી હતી. અને સ્પોર્ટસનું મહત્વ સમજાવ્યું હતું. ડી.એલ.એસ.એસ. ખેલાડીઓને મહાનુભાવો દ્વારા સ્પોર્ટસની વિવિધ કીટ એનાયત કરવામાં આવી હતી અને ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડી.એલ.એસ.એસ. ખેલાડીઓ દ્વારા જૂડો નિદર્શન રજુ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ  વિનુભાઇ પ્રજાપતિ જિલ્લા કલેકટર આનંદ પટેલ, પાટણ નગર પાલિકાના પ્રમુખ  મહેન્દ્રભાઇ પટેલ, સુરેશભાઇ પટેલ,  એહમદ શેખ, આનંદ નહેરા, રમત ગમત અધિકારી વિરેન્દ્ર પટેલ તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News