નિતીન પટેલ દ્વારા સેકટર-૩૦ માં વીર સાવરકર આવાસ યોજનાનું લોકાર્પણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-27 11:13:23
  • Views : 407
  • Modified Date : 2020-06-27 11:13:23

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા સેક્ટર-૩૦ માં વીર સાવરકર આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. જેમાં ૩૩૬ જેટલા આવાસો સરકારી કર્મચારીઓને ફાળવવામાં આવ્યા હતા. આ લોકાર્પણ સાથે સાથે ગાંધીનગરના વિવિધ સેકટરોમાં કેટેગરી ' બી ' ટાઈપ ના ૧૨ ટાવરના ૩૩૬ કવાટર્સ બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. ૧૨ ટાવરના દરેક યુનિટમાં ૫૯.૪૯ ચો.મી. કારપેટ વિસ્તાર મળે છે. દરેક યુનિટમાં બેડ રૂમ, માસ્ટર બેડરૂમ, ડ્રોઈગ રૂમ, કિચન, એટેચ બાથરૂમ, બાથરૂમ ટોઈલેટ અને બાકીની સાવલતોનો સમાવેશ થાય છે. દરેક ટાવરમાં ૨ લીફટની જોગવાઈ કરવામાં આવેલ છે. આ મકાન આર.સી.સી. કેમ સ્ટ્રકચર પ્રકારનું છે. જે ભૂકંપ પ્રતિરોધક જોગવાઈ સાથે ડિઝાઈન કરેલ છે. સદર મકાનમાં બહારની
બાજુએ સેન્ડ ફેસ પ્રકારનું પ્લાસ્ટર તથા અંદરની બાજુએ માલા પ્લાસ્ટર સાથે પ્લાસ્ટીક પેઈન્ટ લીધેલ છે. આ ઉપરાંત રેઈન વોટર હાર્વેસ્ટીંગ, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, ઓપન પાર્કીગ, અન્ડર ગ્રાઉન્ડ સમ્પ, પાણીનો બોર વિગેરે જેવી
આંતરીક માળખાકીય સુવિધાઓની જોગવાઈ રાખવામાં આવેલ છે. જેમાં ફલોરીંગ વીટ્રીફાઈડ ટાઈલ્સ, ટોઈલેટ બ્લોકમાં સીરામીક ટાઈલ્સ અને રંગીન ગ્લેઝડ ટાઈલ્સ લીધેલ છે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં રાજ્યના તમામ તાલુકા અને જિલ્લામાં સરકારી આવાસના કામો શરૂ કરવામાં આવશે. જ્યારે અમુક તાલુકા અને જિલ્લા કક્ષાના કામો પ્રગતિ ઉપર છે. આ પ્રોજેકટ કુલ ૫૪.૩૪ કરોડમાં પૂર્ણ કરવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદમાં પણ હજુ પ્રોજેક્ટ ચાલુ છે આ સાથે જ અમદાવાદના બે પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે, જેનું લોકાર્પણ ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી સુધીમાં કરી દેવામાં આવશે.

Download Our B K News Today App



Related News