ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કફર્યૂ, યાત્રિકો માટે RTPCRનો રિપોર્ટ નેગેટિવ જરૂરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-21 18:14:37
  • Views : 357
  • Modified Date : 2021-03-21 18:14:37

    કોરોનાનો કહેર ફરી પાછો પરેશાન કરી રહ્યો છે. ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાંક શહેરોમાં નાઈટ કફર્યૂ બાદ હવે રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કફર્યૂ લગાડવામાં આવ્યો છે. આ શહેરોમાં રાજસ્થાનના પાટનગર જયપુર સહિત અજેમર, ભીલવાડા, જોધપુર, કોટા, ઉદયપુર, સાગવાડા અને કુશલગઢ સામેલ છે. આ નાઈટ કફર્યૂ આવતી કાલથી એટલે કે 22 માર્ચથી લાગુ થશે. રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કફર્યૂ રહેશે. આ દરમિયાન ઈમરજન્સી સેવાઓને છોડીને અન્ય તમામ સેવાઓ બંધ રહેશ.ે

  • 1.મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યા બાદ BMC એ એક પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્ર મુજબ, UK, યુરોપ, મધ્ય પૂર્વ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી મુંબઇ આવવા પર 7 હોમ ક્વોરંટાઈન રહેવું પડશે.
  • 2.પંજાબની તમામ શાળા-કોલેજો 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે. આ સાથે કોલેજની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. પંજાબ સરકારની માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં મેડિકલ અને નર્સિંગ કોલેજોને બાદ કરતાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. સિનેમા હોલમાં 50% ક્ષમતાની મંજૂરી આપવામાં આવી છે.
  • 3.રવિવારે મધ્ય પ્રદેશના ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં લોકડાઉન લાગવાયું છે. તે સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.

    મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં થયેલી કોરોના કોર ગ્રુપની બેઠકમાં પ્રતિબંધ લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંક્રમણને રોકવા માટે રાજ્યના તમામ શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી બજાર બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યાં છે. તો બીજી બાજુ 25 માર્ચથી રાજસ્થાનમાં બહારથી આવતા તમામ યાત્રિકો માટે 72 કલાકની અંદર RTPCR રિપોર્ટ નેગેટિવ હોવો અનિવાર્ય છે.રાજસ્થાન આવતા તમામ યાત્રિકો માટે 72 કલાક પહેલાં જ RTPCR રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. જે યાત્રિ નેગેટિવ રિપોર્ટ વગર આવશે તેઓએ 15 દિવસ કોરોન્ટિન રહેવું પડેશે. તમામ કલેક્ટર પોતાના જિલ્લામાં સંસ્થાગત કોરોન્ટિનની વ્યવસ્થા ફરીથી શરૂ કરશે. પહેલાં કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ માટે તેની અનિવાર્યતા હતી. હવે તમામ રાજ્યો માટે તેને અનિવાર્ય કરવામાં આવશે. એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર યાત્રિકોની તપાસ કરવામાં આવશે.

    જ્યારે, દેશમાં કોરોનાની સારવાર કરાવી રહેલા દર્દીઓનો આંકડો (એક્ટિવ કેસ) પણ ઝડપથી વધી રહ્યા છે. ગત દિવસે એક્ટિવ કેસની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. આ રીતે કોરોના ફાટી નીકળવાનો અંદાજો આ વાતથી જ લગાવી શકાય છે કે છેલ્લા 8 દિવસમાં એક લાખથી વધુ એક્ટિવ કેસોમાં વધારો થયો છે. 12 માર્ચે દેશમાં 1 લાખ 99 હજાર 22 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી, જે 20 માર્ચે વધીને 3 લાખ 6 હજાર 93 થઈ ગઈ છે.દેશમાં અત્યાર સુધીમાં 1.15 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.11 કરોડ સાજા થયા છે. 1.59 લાખ લોકોએ જીવ પોતાનો ગુમાવ્યો છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.



Download Our B K News Today App



Related News