લોકસભાની ચુંટણી આવી રહી છે, કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ચુંટણી લડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-08 15:27:01
  • Views : 95
  • Modified Date : 2024-03-08 15:27:01

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ભાજપે તેના ઉમેદવારોની એક યાદી બહાર પાડી દીધી છે. કોંગ્રેસ પણ ટૂંક સમયમાં તેની પ્રથમ યાદી બહાર પાડી શકે છે, ત્યારે આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તેઓ લોકસભા ચૂંટણી લડશે કે નહીં તે અંગે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે.કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ગેનીબેને નિવેદન આપ્યુ છે કે જો પક્ષ કહેશે તો હું ચૂંટણી લડવા તૈયાર છું. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરનાર પર ગેનીબેને પ્રહાર કર્યા હતા અને પક્ષ છોડીને જનારા વ્યક્તિઓ સ્વાર્થી છે, ડર અને લાલચે જાય છે તેમ જણાવ્યુ હતુ.અગાઉ કોંગ્રેસ છોડવા અંગેના સવાલને લઈ ગેનીબેન કહ્યુ હતુ, કે હું 20 વર્ષથી કહેતી આવી છું કે, હું કોંગ્રેસમાં જ રહેવાની છું. જીવીશ ત્યાં સુધી હું કોંગ્રેસમાં રહીશ એવું તેમણે ગણાવ્યુ હતુ. કોંગ્રેસમાં લાંબો સમય સુધી રહેવાનો રેકોર્ડ રહેશે. મંગળવારે કમલમ ખાતે અર્જૂન મોઢવાડીયા અને અંબરીષ ડેર ભાજપમાં સામેલમાં થયા છે.

Download Our B K News Today App



Related News