લાખણી ખાતે સંત શ્રી રાજેશ્વર ભગવાનનો આંજણા ચૌધરી સમાજ દ્વારા ભવ્ય લોકમેળો યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 07:16:17
  • Views : 515
  • Modified Date : 2019-04-09 07:16:17

ભારત ભરના આંજણા ચૌધરી સમાજના કુળ ગુરુ સંત  રાજેશ્વર ભગવાનનો જન્મ રામ નવમીના પવિત્ર દિવસે રાજસ્થાનના સિકારપુરા ગામે થયો હતો. જેમણે પોતાના જીવન કાળ દરમિયાન પ્રભુનું ભજન કરી સમાજને  શિક્ષિત સંગઠિત અને વ્યસન મુક્ત બનવાની પ્રેરણા આપી હતી. જે સંત રાજેશ્વર ભગવાનની આંજણા ચૌધરી સમાજ દ્વારા  રામનવમીના પવિત્ર દિવસે ૧૩૭ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.
સંત શ્રી ૧૦૦૮ રાજેશ્વર ભગવાનનું ભવ્ય આશ્રમ અને મંદિર રાજસ્થાનના સિકારપુરા ગામે આવેલ છે. તેમજ ગુજરાતના થરાદ તાલુકાના મેસરા દિયોદર તાલુકાના ચગવાડા તેમજ  લાખણી  સહિત રાજસ્થાન અને ગુજરાતના કેટલાંક ગામોમાં સંત શ્રી ૧૦૦૮ રાજેશ્વર ભગવાનના નાના મોટા મંદિરો આવેલ છે. જે મંદિરે રામ નવમીના પવિત્ર દિવસે સંત શ્રી રાજેશ્વર ભગવાનની ૧૩૭ મી જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. જેમાં રાજસ્થાનના સિકારપુરા થરાદના મેસરા  લાખણી તેમજ દિયોદર તાલુકાના ચગવાડા ગામે આવેલ સંત રાજેશ્વર ભગવાનના નિજ મંદિરે પણ દર વર્ષે ની જેમ આ વર્ષે  (તારીખ ૧૪/૪/૨૦૧૯)  રામનવમીના પવિત્ર દિવસે સંત શ્રી રાજેશ્વર ભગવાન ની હર્ષો ઉલ્લાસ સાથે૧૩૭ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. તો રામ નવમીની આગલી રાત્રે તારીખ ૧૩/૪/૨૦૧૯ ના રોજ મંદિર પટાંગણમાં ભજન સત્સંગ યોજાશે. જેમાં ખ્યાતનામ કલાકરો દ્વારા ભજનની રમઝટ બોલાવશે સંત શ્રી રાજેશ્વર ભગવાનની જન્મજયંતિને લઈને આંજણા ચૌધરી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  તો સાથે સાથે સમાજ દ્વારા સંત રાજેશ્વર ભગવાનની જન્મજયંતિને લઈને મંદિર પટાગણમાં પૂર્વ તૈયારી પણ આરંભી દેવામાં આવી છે. મેળાનો લાભ  લેવા  જાહેર જનતાને જણાવવામાં આવે છે.


Download Our B K News Today App



Related News