'તારી પત્નીને છૂટાછેડા આપી દે અમે તને રૂપાળી-પૈસાવાળી છોકરી સાથે લગ્ન કરાવી દેશુ' લોધીકાની મહિલાએ પતિ, સાસુ-નણંદ સામે ફરિયાદ નોંધાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 13:03:22
  • Views : 310
  • Modified Date : 2021-01-07 13:03:22

    રાજકોટના લોધિકા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ સાસરિયાઓ ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું છે કે લગ્ન બાદ મારા પતિ વારંવાર દારૂ પી ઘરે આવી મને માર મારતા હતાં. આ સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. લગ્ન બાદ ત્રણ મહિનામાં હું કંટાળીને મારા માવતર આવી ગઈ હતી. મારા સાસુ અને નણંદ મારા પતિને કહેતા કે તું તારી પત્નીને છૂટાછેડા આપી દે અમે રૂપાળી અને પૈસાદાર છોકરી સાથે તારા લગ્ન કરાવી દેશું. લોધિકા પોલીસે સમગ્ર મામલે આઈપીસી કલમ 498 (અ), 323, 504, 506(2) અને 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

    લોધીકા તાલુકામાં રહેતા જાગ્રુતીબા હર્ષદીપસિંહ રાઓલે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે એક વર્ષ પહેલા મારા લગ્ન હર્ષદીપસિંહ રાઓલ સાથે થયા હતા. સાસરે ગયા બાદ મારા સાસુ ક્રિષ્નાબા અને નણંદ હેતલબા મને સારી રીતે રાખતા હતા. થોડા સમય બાદ મને ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. મારો કરિયાવરનો સામાન પણ તેઓ રાખી લીધો હતો. બાદમાં મારા પતિ મને વધુ કરિયાવર લાવવા માટે દબાણ કરતા હતા અને મને ઢોર માર મારતા હતા. લગ્નના 3 મહિના બાદ હું કંટાળીને મારા માવતર આવી ગઈ હતી. બાદમાં મને સમજાવીને મારા બાપુજી સાસરે મૂકી ગયા હતા.

    સાસરે ગયા બાદ મારા પતિ વારંવાર દારૂ પીને આવતા અને મને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. મારા માવતર ફોનમાં વાત પણ કરવા દેતા ન હતા. મારા સાસુ અને નણંદ મારા પતિને કહેતા કે તું તારી પત્નીને છૂટાછેડા આપી દે અમે રૂપાળી અને પૈસાદાર છોકરી સાથે તારા લગ્ન કરાવી દેશું. મારા પતિને મારી સાથે રહેવા પણ દેતા નહીં. એક દિવસ આ ત્રણેય જણા મને અમારા મુળ ગામ વડગામ લઈ ગયા હતા. જ્યાં ફળીયામાં આવેલા કૂવામાં નાખી દેવાની ધમકી આપી હતી. જેથી હું ફરી મારા માવતર આવી ગઈ હતી.


Download Our B K News Today App



Related News