ડીસામાં લોકડાઉન ખુલ્યા પછી વેપારીઓમાં કભી ખુશી કભી ગમની સ્થિતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 18:38:58
  • Views : 1034
  • Modified Date : 2020-06-19 18:38:58

સમગ્ર ભારતભરમાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે દેશને lockdown કરી દેવામાં આવ્યો હતો સમગ્ર ભારતભરમાં કોરોનાવાયરસ થી બચી શકાય તે માટે તમામ પ્રકારના ધંધા-રોજગાર સરકાર દ્વારા બંધ કરવાના આદેશો કરવામાં આવ્યા હતા જેમાં અઢી મહિના ઉપરાંત ના સમયગાળા દરમિયાન નાનાથી માંડીને મોટા તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ કરતાની સાથે જ લોકોની સમસ્યાઓમાં વધારો થયો હતો રોજે રોજ કમાઈને ખાતા મજૂર વર્ગ પર lockdown ની સૌથી મોટી અસર જોવા મળી હતી તો આ તરફ મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ પર કોરોનાવાયરસ ની અસર ના કારણે મોટી અસર જોવા મળી હતી ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ વાસણનો ઉપયોગ અને કાપડનો ઉપયોગ એ ભારતભરમાં વિખ્યાત છે. પરંતુ કોરોનાવાયરસ ની આ મહામારી માં આ તમામ ઉદ્યોગો પડી ભાંગતા તેની સીધી અસર  વેપારીઓ પર જોવા મળી હતી. કોરોનાવાયરસ ના સતત વધતા જતા કેશોના કારણે લોકોની અવર જવર પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ પ્રતિબંધ મૂકતા ની સાથે શહેરની બજારો સૂમસામ બની ગઈ હતી અઢી મહિનાના સમયગાળા દરમિયાન સુમસામ બનેલી આ બજારોના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું ધીરે ધીરે lockdown ખુલતાની સાથે જ બજારો શરૂ થઈ ગઈ હતી પરંતુ આજે પણ ડીસા ની બજાર ગ્રાહકો વગર સૂમસામ બની ગઈ છે 

Download Our B K News Today App



Related News