દાંતીવાડા ની હરીયાવાડા પ્રાથમિક શાળા ને તાળાબંધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-29 12:04:41
  • Views : 339
  • Modified Date : 2022-06-29 12:04:41

દાંતીવાડા ની હરીયાવાડા પ્રાથમિક શાળા ને તાળાબંધી

 

દાંતીવાડા ના હરીયાવાડા પ્રાથમિક શાળામાં શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોના આંતરિક વીખવાદના કારણે શિક્ષણ કથળી ગયા હોવાના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરાયા હતા. ધોરણ આઠમાં માત્ર પાંચ શિક્ષકો અને પાયાની સુવિધા આપવામાં તંત્ર નિષ્ક્રિય  હોવાનું સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરી આજે શાળાને આખરે ગામલોકોએ તાળાબંધી કરી છે...

 

હાલ ગુજરાતમાં શાળાઓમાં પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી નો કાર્યક્રમ યોજાઇ રહ્યા છે તેમજ બનાસકાંઠા જિલ્લામાં શાળા નાથડ સાવલી ગુજરાતના મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જે બાદ બનાસકાંઠા જિલ્લાના એક પછી એક પ્રાથમિક શાળામાં શિક્ષણ કથળ્યું હોય તેમજ શાળામાં આચાર્ય તેમજ શિક્ષક આંતરિક વિખવાદ ના કારણે એક પછી એક શાળાને તાળાબંધી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક જ અઠવાડિયામાં બે શાળામાં તાળાબંધી કરવાની ઘટના સામે આવી છે‌ ચાર દિવસ અગાઉ ડીસા તાલુકાના રમુણ પ્રાથમિક શાળામાં આચાર્ય મનમાની તેમજ બે ગામ વચ્ચે જાતિવાદ ફેલાવવા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કર્યા હતા નસીબ શકો સાથે પણ ખરાબ વર્તન કરી રહ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું તેમજ ગ્રામજનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આચાર્ય હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તાળા બંધી રાખવાની ગામલોકોએ ચીમકી ઉચ્ચારી હતી જે બાદ આજે ફરી દાંતીવાડાના હરીયાવાડા પ્રાથમિક શાળાને તાળાબંધી કરી હોવાની ઘટના સામે આવી છે ગ્રામ લોકોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોના આંતરિક વિખવાદના કારણે દિવસે ને દિવસે શિક્ષણ કથળી રહ્યું છે ધોરણ-૮ વચ્ચે માત્ર પાંચ શિક્ષકો અને પાયાની સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ નીવડી હોય તેવું ગ્રામ લોકો જણાવી રહ્યા છે વારંવાર રજૂઆત છતાં ધ્યાનમાં ન લેવાતા આખરી ગામલોકો રોસે ભરાયા હતા અને વિખવાદી શિક્ષકોને બદલી કરી નવા શિક્ષકો પૂરતા પ્રમાણમાં મૂકી પાયાની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી હતી અને આજે રોસે ભરાયેલા ગામ લોકોએ હરિયાવાડા પ્રાથમિક શાળાને શાળાબંધી કરી હતી અને ફરી શિક્ષણ વિભાગને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી

Download Our B K News Today App



Related News