લૉકડાઉન ખોલવાની ઉતાવળ કરશો તો પસ્તાશો : વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-22 14:27:23
  • Views : 674
  • Modified Date : 2020-04-22 14:27:23

યુરોપિયન દેશ ડેન્માર્કે કેટલાક પબ્લિક પાર્ક ખોલવાની તૈયારી કરી લીધી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે ઉતાવળા થતા પહેલા દરેક દેશો ટેસ્ટિંગની ફેસેલિટી વિકસાવી લે એવી ચેતવણી આપી હતી. રાષ્ટ્રસંઘનું કહેવું છે કે અનેક અર્ધવિકસિત અને વિકસી રહેલા દેશો પાસે હજુ ટેસ્ટિંગની સુવિધા નથી. એ સુવિધા ઉભી થવી અનિવાર્ય છે. રાષ્ટ્રસંઘના ઈકોનાોમિક વિભાગે ગણતરી કરીને કહ્યું હતુ કે આફ્રિકાના વિવિધ દેશોમાં કોરોનાના ટેસ્ટથી માંડીને સારવાર સુધીની સગવડ ઉભી કરવા ઓછામાં આછો ૪૪ અબજ ડૉલરની જરૂર પડશે. વધુમાં વધુ રકમ તો ૪૪૬ અબજ ડૉલરે પણ પહોંચી શકે એવો અંદાજો રાષ્ટ્રસંઘે વ્યક્ત કર્યો હતો.સ્પેનમાં મૃત્યુઆંક ૨૧ હજારથી થોડો વધારે છે. એક સમયે સૌથી વધુ કેસ ચીનમાં હતા. આજે સૌથી વધુ કેસ ધરાવતા દેશોમાં ચીનનો ક્રમ નવમો છે.અમેરિકામાં અત્યારે ૭૨ વ્યક્તિ પર કોરોના માટે તૈયાર કરેલી રસીનું પરીક્ષણ ચાલે છે. અમેરિકી પ્રમુખે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતુ કે દેશમાં કુલ ૭૨ એવા વ્યક્તિ છે, જેના પર રસીનું પરીક્ષણ ચાલે છે. એમાં સફળતા મળશે તો પછી બીજા ૨૧૧ પર ટેસ્ટ કરવાનું આયોજન છે. રસી ઉપલબ્ધ કરાવતા પહેલા તેનું વિવિધ તબક્કે પરીક્ષણ આવશ્યક છે. ચીન પણ રસી તૈયાર કરવામાં સક્રિય છે. ચીની આરોગ્ય વિભાગે જણાવ્યું હતુ કે અમારું રસીનું કામકાજ વર્ષના અંત સુધીમાં સફળ થાય તેવી શક્યતા છે. એટલે કે ત્યાં સુધીમાં રસી મળી જવાની શક્યતા છે. 

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને લૉકડાઉન ખોલવા ઉતાવળા થઈ રહેલા દેશોને ધિરજ રાખવા વિનંતી કરી છે. અમેરિકા જોકે કોઈનું માન્યા વગર વિવિધ રાજ્યોને ફરીથી ધમધમતું કરવા સક્રિય થયું છે. બીજી તરફ યુરોપમાં બ્રિટિશ રાણી એલિઝાબેથે પોતોના ૯૪મો જન્મ દિવસ સાદગીપૂર્વક ઉજવ્યો હતો.  સામાન્ય રીતે જન્મદિવસે યોજાતા હોય એવા જાહેર તામ-ઝામના કાર્યક્રમો રદ કરાયા હતા. આઈસીયુ સુધી પહોંચેલા બ્રિટિશ વડા પ્રધાન પણ સાજા થઈને ઓફિસમાં આવવા લાગ્યા હતા. તેમણે ટ્રમ્પ અને રાણી એલિઝાબેથ સાથે વાત પણ કરી હતી.

આખા જગતમાં કોરોનાના કેસ ૨૫ લાખને પાર થઈ ગયા છે. તો મૃત્યુઆંક પોણા બે લાખ નજીક પહોંચ્યો છે. સાથે સાથે ૬.૬ લાખથી વધારે દરદી સાજા પણ થયા છે. કોરોનાના કેસમાં અત્યાર સુધીનો વૈશ્વિક મૃત્યુદર ૨૧ ટકા નોંધાયો છે. એટલે કે ૧૦૦ દરદીમાંથી ૨૧ના મોત થાય છે. એકલા અમેરિકામાં કેસ આઠ લાખને પાર થયા છે, જ્યારે મૃત્યુ ૪૪ હજાર નજીક પહોંચ્યા છે. અમેરિકા પછી સ્પેન એવો બીજો દેશ બન્યો છે, જ્યાં કોરોનાના ૨ લાખથી વધારે દરદી નોંધાયા હોઅમેરિકા, યુરોપના ઘણા દેશોએ લૉકડાઉનમાં રાહત આપવાની શરૂઆત કરી દીધી છે. અમેરિકાને ફરીથી ધમધમતું કરવા ટ્રમ્પે તૈયારી કરી લીધી છે. તેની સામે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે. ઑર્ગેનાઈઝેશનનું કહેવું છે કે લૉકડાઉન ખોલવામાં ઉતાવળ કરશો તો પસ્તાવાનો વારો આવશે. અત્યાર સુધી જે મહેનત કરી છે, તેના પર પાણી ફરી જશે. દુનિયાના અનેક દેશો લૉકડાઉન ખોલવા માટે ઉતાવળા થયા છે. ક્યાંક પ્રજા-સરકાર કંટાળી છે, તો ક્યાંક આર્થિક મજબૂરીને કારણે ઉદ્યોગ-ધંધાને ફરી ચાલુ કરવાની છૂટ આપવી પડી રહી છે.


Download Our B K News Today App



Related News