લોકડાઉન-૪ : સમગ્ર ગુજરાતમાં એસ.ટી સેવા શરૂ, અમદાવાદમાં રોક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-19 13:05:55
  • Views : 612
  • Modified Date : 2020-05-19 13:05:55

મુખ્યમંત્રી જાહેર કરેલ નિયમો


• કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં

• કન્ટેન્ટમેન્ટ ઝોનની યાદી કેસોની સંખ્યાના આધારે ફેરફારને પાત્ર રહેશે

• સમગ્ર ગુજરાતમાં કન્ટન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં સવારના ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ માટે છૂટ આપવામાં આવશે

• કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે

• ભારત સરકારના ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો કડક અમલ કરાશે

• કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર પણ અમૂક બાબતોમાં છૂટછાટ મળશે નહિં

• આ બાબતોમાં શૈક્ષણિક સંસ્થાઓ, કોચીંગ ક્લાસ, જિમ, સ્વીમીંગ પૂલ, બાગ – બગીચા, શોપિંગ મોલ, થિયેટર, ધાર્મિક અને જાહેર મેળાવડાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ રહેશે-સંક્રમણ ન રહે

• હાલ, શાકભાજી તેમજ આવશ્યક વસ્તુઓના વેચાણ સિવાયના ફેરિયાઓ, સીટી બસ સેવાઓ અને ખાનગી બસ સેવાઓને પણ મંજૂરી આપવામાં આવી નથી

• આરોગ્ય, પોલીસ, સરકારી કામકાજ અંગે વપરાશમાં લેવાતી હોય કે કોરેન્ટાઈન ફેસેલિટી તરીકે ઉપયોગમાં લેવાતી હોય તે સિવાયની હોટેલો બંધ રહેશે

• કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર આ સિવાયની ગતિવિધિઓમાં મોટાપાયે છૂટછાટ આપવામાં આવશે

• અમદાવાદ અને સુરત સિવાય રાજ્યમાં સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષાઓ ચાલુ કરવા દેવાશે

• બીજા તબક્કામાં આ બે શહેરો અંગે નિર્ણય કરવામાં આવશે

• એક રિક્ષામાં વધુમાં વધુ બે પેસેન્જર બેસાડી શકાશે

• માર્કેટ એરિયા કે શોપિંગ કોમ્પલેક્ષમાં દુકાનો ઓડ અને ઈવન નંબર પ્રમાણે વારાફરથી ખોલવાની રહેશે

• એટલે કે ૫૦ ટકા દુકાનો એક દિવસે અને ૫૦ ટકા દુકાનો બીજા દિવસે ખૂલી શકશે

• દુકાનમાં કોઈપણ સમયે એક સાથે પાચં કરતા વધુ ગ્રાહકો રહિ શકશે નહિં

• કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર અવર-જવર કરી શકશે નહિં

• સાબરમતી નદીની પશ્રિમે આવેલા અમદાવાદ નગરમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર આર્થિક ગતિવિધિઓ વેપાર, ધંધા, ઓફિસો ચાલુ કરવા દેવાશે

• અમદાવાદ મહાનગરના પૂર્વ વિસ્તારોમાં આવી છૂટછાટ આપવામાં આવી નથી

• સમગ્ર ગુજરાતમાં એસટી બસો શરૂ કરી દેવાશે પરંતુ અમદાવાદ શહેરમાં બસોને આવવા કે જવા દેવાશે નહિં

• લગ્ન સમારોહ માટે વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓને મંજૂરી અપાશે

• કોઈ મૃતકના અંતિમ સંસ્કાર વિધિ માટે ૨૦ વ્યક્તિઓને અનૂમતિ અપાશે

• કેન્ટેન્ટમેન્ટ ઝોન બહાર પાનની દુકાનો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ માત્ર ટેઈક અવે ને મંજૂરી આપવામાં આવશે

• વાળંદની દુકાનો – બ્યૂટી પાર્લર અને સલૂન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની શરતે શરૂ કરવા દેવાશે

• સમગ્ર રાજ્યમાં ૬૦ ટકા કેપેસિટી સાથે પબ્લીક લાયબ્રેરી શરૂ કરવાની છૂટ આપવામાં આવશે

• કેબ, ટેક્ષી અને કેબ એગ્રીગ્રેટર્સની સેવાઓ કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર વધુમાં વધુ બે પેસેન્જર સાથે ચાલુ કરવા દેવાશે

• પરંતુ અમદાવાદ શહેરમાં હાલ પૂર્વ વિસ્તારમાં કેબ અને ટેક્ષીની સેવાઓ બંધ રાખવામાં આવશે

• સમગ્ર રાજ્યમાં રેસ્ટોરન્ટ માત્ર હોમ ડીલીવરી કરવાના હેતુથી ચાલુ રાખી શકાશે. પરંતુ હોમ ડિલીવરી 

માટે જનારા વ્યકિતનું સંપૂર્ણ આરોગ્ય પરિક્ષણ, હેલ્થકાર્ડ પણ કરાવવાનું રહેશે જેથી તે સુપર સ્પ્રેડર ન બને અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાવે

• રાજ્યમાં સિટી લિમીટ બહાર રોડ સાઈડ ઢાબાને પણ ચાલુ કરવા દેવાશે

• ૩૩ ટકા કેપેસિટી સાથે પ્રાયવેટ ઓફિસીસ પણ કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં ચાલુ કરવા દેવામાં આવશે

• પરંતુ અમદાવાદ શહેરમાં પૂર્વ અમદાવાદમાં ખાનગી ઓફિસો હાલ બંધ રાખવાની રહેશે

• તમામ રિપેર શોપ, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશન્સ સમગ્ર રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય કાર્યરત કરી શકાશે

• પ્રાયવેટ કાર અને ટૂ વ્હીલર્સને કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં છૂટછાટ મળશે

• ટૂ વ્હીલરમાં એક જ વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ડ્રાયવર ઉપરાંત બે વ્યક્તિઓ અવર – જવર કરી શકશે

• સુરતમાં ઓડ – ઈવન નંબર પ્રમાણે ટેક્ષટાઈલ માર્કેટ ચાલુ કરી શકાશે

• ડાયમન્ડ, વિવિંગ અને પાવર લૂમ્સ યુનિટોને પણ ૫૦ ટકા સ્ટાફ સાથે ચાલુ કરવા દેવાશે પરંતુ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું આવશ્યક રહેશે

• સમગ્ર ગુજરાતમાં માલવાહક વાહનો ગુડ્‌સ ટ્રાન્સપોર્ટને પરવાનગી આપવામાં આવશે

• આ સૂચનાઓ – ગાઈડલાન્સ ૧૯મી મે મંગળવારથી ૩૧મી મે રવિવાર સુધીના સમય માટે અમલમાં રહેશે

• આ બધી જ સૂચનાઓ સાથો સાથ સમગ્ર ગુજરાતમાં જાહેરમાં થૂંકનારા વ્યક્તિને ૨૦૦નો દંડ કરાશે તેમજ જાહેરમાં માસ્ક નહિં પહેરનારાઓને પણ ૨૦૦ રૂપિયા દંડ કરાશે


Download Our B K News Today App



Related News